મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

ટોકયો ઓલિમ્પિક રમતોત્સવ એલન થોમસને ૧૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યા જયારે જમૈકાએ ત્રણે મેડલ જીત્યા

ટોક્યો : જમૈકાની એલન થોમસને વિમેન્સ ૧૦૦ મીટર સ્પ્રિન્ટ રેસમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેણે રેસને ૧૦.૬૧ સેકન્ડમાં પૂરી કરીને નવો ઓલિમ્પિક રેકોર્ડ નોંધાવ્યો હતો. રસપ્રદ બાબત એ છે કે આ રેસના ત્રણેય મેડલ્સ જમૈકન એથ્લેટ્સે જીત્યા હતા. શૈલી એન ફ્રેઝર પ્રાઇસે ૧૦.૭૪ સેકન્ડ સાથે સિલ્વર તથા શેરિકા જેક્સને ૧૦.૭૬ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો હતો. થોમસન અત્યારે વિશ્વની ફાસ્ટેસ્ટ સ્પ્રિન્ટર બની ગઇ છે. જોકે ઓલ ટાઇમ રેકોર્ડ અમેરિકાની ફ્લોરેન્સ ગ્રિફિથ જોયેનરના નામે છે જેણે ૧૯૮૮ની યુએસ ઓલિમ્પિક ટ્રાયલ્સમાં માત્ર ૧૦.૪૯ સેકન્ડમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે.

(1:44 pm IST)