મુખ્ય સમાચાર
News of Tuesday, 31st January 2023

તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ ન લેવી જોઈએ, જેમાં આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષરમાંથી ગ્રીન સ્ટ્રીપ પસાર થાય અથવા ગાંધીજીની તસવીરની ખૂબ નજીક હોયઃ RBIએ પ૦૦ ‍‍રૂપિયાની નકલી નોટો સામે લોકોને ચેતવ્‍યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી નોટબંધી બાદ ભારતીય કરન્સીને લઈને ઘણા પ્રકારના સમાચાર સામે આવતા રહે છે. જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક તરફથી જાણકારી આપવામાં આવી છે.

બજારમાં 500 રૂપિયાની બે પ્રકારની નોટો જોવા મળી રહી છે અને બંને નોટોમાં થોડો તફાવત છે. આ બે પ્રકારની નોટોમાંથી એક નોટને નકલી કહેવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોમાં નોટ નકલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અમે તમને જણાવીએ છીએ કે કઈ છે વાસ્તવિક નોટો-

વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ ન લેવી જોઈએ, જેમાં આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષરમાંથી ગ્રીન સ્ટ્રીપ પસાર થાય અથવા ગાંધીજીની તસવીરની ખૂબ નજીક હોય. આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે એક પ્રકારની નોટ નકલી છે. પીઆઈબીએ આ વીડિયોની તથ્ય તપાસ કરી છે, જે બાદ તેનું સત્ય સામે આવ્યું છે.

વીડિયોની ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણ રીતે ફેક છે. બજારમાં ચાલી રહેલી બંને પ્રકારની નોટો અસલી છે. જો તમારી પાસે 500 ની કોઈ પણ નોટ હોય તો ગભરાવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું છે કે બંને પ્રકારની નોટો માન્ય છે.

(12:23 am IST)