Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સેંસેક્સ ૨૫ પોઇન્ટ ઘટીને ૩૩,૮૧૯ની સપાટી ઉપર

શેરબજારમાં પ્રવાહી સ્થિતિનો દોર યથાવત જારી : નિફ્ટ ઇન્ડેક્સ ૧૫ પોઇન્ટ ઘટી ૧૦૩૮૩ની સપાટીએ પીએનબી ફ્રોડની વચ્ચે બેંકિંગ શેરમાં અફડાતફડીનો દોર

મુંબઇ,તા. ૨૨ : શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતી રહી હતી ફ્રેબ્રુઆરી સિરિઝની પુર્ણાહુતિ બાદ શેરજારમાં આજે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. બીએસઇ સેંસેક્સ કારોબારના અંતે આજે ગુરૂવારના દિવસે ૨૫ પોઇન્ટ ઘટીને ૩૩૮૧૯ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૦૩૮૩ની સપાટી પર રહ્યો હતો. વેશ્વિક માર્કેટમાં મોટા ભાગના એશિયન શેર બજારમાં ફ્લેટ સ્થિતી રહી હતી.પીએસયુ બેંકના શેરમાં મંદી રહી હતી. ઇન્ડિયન બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ બરોડાના શેરમાં ૧.૭ ટકા અને ૨.૬ ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો. જો કે પીએનબીના શેરમાં સૌથી વધુ ઘટાડો આજે પણ રહ્યો હતો. તેના શેરમાં ૨.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.  સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા.તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો. એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. શેરબજારમાં નવા સપ્તાહમાં ક્રુડ ઓઇલની કિંમતો, રૂપિયાની ચાલ, યુએસ પેડરલની બેઠક, પીએનબી બેંક ફ્રોડ સહિતના પરિબળોની અસર રહેશે. સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. આવી જ રીતે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે મંદી પર બ્રેક મુકાઇ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૧ પોઇન્ટ સુધરીને ૩૩૮૪૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૭ પોઇન્ટ સુધરીને ૧૦૩૯૭ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે પ્રવાહી સ્થિતી વચ્ચે અંતે સુધારો રહ્યો હતો. આઇટીના શેરમાં ૨.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. પીએનબી ફ્રોડ વચ્ચે પણ એચસીએલના શેરમાં ચાર ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો.

બજારમાં પ્રવાહી સ્થિતિ..

બેંકિંગ શેરોને લઇને હજુ દહેશત

*       વેશ્વિક માર્કેટમાં મોટા ભાગના એશિયન શેર બજારમાં ફ્લેટ સ્થિતી રહી હતી

*     બીએસઇ સેંસેક્સ કારોબારના અંતે આજે ગુરૂવારના દિવસે ૨૫ પોઇન્ટ ઘટીને ૩૩૮૧૯ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૦૩૮૩ની સપાટી પર રહ્યો હતો

*     પીએસયુ બેંકના શેરમાં મંદી રહી હતી

*     ઇન્ડિયન બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ બરોડાના શેરમાં ૧.૭ ટકા અને ૨.૬ ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો

*     શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે મંદી પર બ્રેક મુકાઇ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૧ પોઇન્ટ સુધરીને ૩૩૮૪૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૭ પોઇન્ટ સુધરીને ૧૦૩૯૭ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો

*     પીએનબીના શેરમાં સૌથી વધુ ઘટાડો આજે પણ રહ્યો હતો. તેના શેરમાં ૨.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો

(7:58 pm IST)