Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બિઝનેસમેને મુંબઈમાં અધધ.. ૨૪૦ કરોડમાં ખરીદ્યા ચાર ફલેટ્સ

મુંબઈઃ તાજેતરના સમયમાં થયેલા મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી મોટી રેસિડેન્શિયલ ડીલમાં એક બિઝનેસ ફેમિલીએ નેપિયન સી રોડ પર બની રહેલા એક રેસિડેન્શિયલ ટાવરમાં ૨૪૦ કરોડમાં ચાર ફ્લેટ ખરીદી લીધા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ ટપારિયા ફેમિલીએ રૂનવાલ ગૃપ પાસેથી ખરીદેલા ફ્લેટ ૨૮જ્રાક્ન અને ૩૧જ્રાક્ન માળે આવેલા છે. ગયા મહિને આ ડીલ ફાઈનલ થઈ હતી. ડીલ મુજબ જગ્યાનો ભાવ ૧.૨ લાખ રૂપિયા પર સ્કવવેર ફીટ થાય છે. આ સ્કીમ મુંબઈના ભવ્યાતિભવ્ય કિલાચંદ હાઉસ નજીક આવેલી છે.

ટપારિયા કોન્ટ્રાસેપ્ટિવ્સ બનાવતી કંપની ફેમી કેરની માલિકી ધરાવતા હતા. તેમણે ત્રણ વર્ષ પૂર્વે રૂ. ૪૬૦૦ કરોડમાં તે વેચી દીધી હતી. તે મુંબઈમાં હાલમાં સૌથી વધુ ટેકસ ભરનારા લોકોમાંના એક છે. બુધવારે આ પરિવારની લીગલ ફર્મ વાડિયા ગાંધીએ પબ્લિક નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે તેમના કલાયન્ટ રૂનવાલ પ્રોપર્ટીમાં ટાઈટલ સર્ચ કરી રહી છે. આ પરિવારે ટાવરમાં ૨૮ પાર્કિંગ સ્લોટ પણ ખરીદ્યા છે.

બે વર્ષ પૂર્વે ટપારિયાએ બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસમાં ૧૧,૦૦૦ સ્કવેર ફીટનો ડુપ્લેકસ એપાર્ટમેન્ટ રૂ. ૬૦ કરોડમાં ખરીદ્યો હતો. અત્યારે જયાં ૩૫ માળનો ટાવર બની રહ્યો છે તે નેપિયન સી રોડ પરના પ્લોટ પર એક સમયે બે માળનો નેપિયન ગ્રાન્જ નામનો બંગલો હતો જે ૧૯૧૮જ્રાક્નત્ન બાંધવામાં આવ્યો હતો. ૨૦૧૧જ્રાક્નત્ન શહેરના રૂનવાલ ગૃપે આ પ્રોપર્ટી રૂ. ૩૫૦ કરોડમાં ખરીદી લીધી હતી. તેના માલિક કાપડિયા ફેમિલીએ ૨૭૦ કરોડમાં ડીલ ફાઈનલ કરી હતી પરંતુ એ સમયે બંગલામાં લીલાની પરિવાર ભાડે રહેતો હતો જેણે પ્રોપર્ટી ખાલી કરવા માટે ૮૦ કરોડની માંગ કરી હતી.

ટપારિયા અને રૂનવાલની ડીલ એવા સમયે થઈ છે જયારે સાઉથ તથા સેન્ટ્રલ મુંબઈમાં રિયલ એસ્ટેટ માર્કેટ સ્થિર થઈ ગયું છે. મુંબઈની રિયલ એસ્ટેટ રિસર્ચ ફર્મ લિઆસિસ ફોરાસના પંકજ કપૂર જણાવે છે, આ ડીલ કંઈ મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટની સાચી પરિસ્થિતિ નથી છતી કરતી. મુંબઈનું લકઝરી માર્કેટ છેલ્લા છ વર્ષથી ઘણી ખરાબ અવસ્થામાં છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ૨૦૧૬નાં છેલ્લા છ મહિનામાં પણ લકઝરી ફ્લેટ્સના પ્રિમિયમ માર્કેટમાં ખાસ ઉછાળો જોવા મળ્યો નથી. દક્ષિણ મુંબઈમાં ગયા વર્ષે કોઈ નવા લકઝરી પ્રોજેકટ લોન્ચ નહતા થયા.

કપૂરના જણાવ્યા અનુસાર નેપિયન સી રોડ પર ઘણા ઓછા લકઝરી એપાર્ટમેન્ટ જોવા મળે છે અને તે શહેરના અમીરો માટે રહેવાની સૌથી પ્રથમ પસંદ છે. કપૂરે જણાવ્યું, નેપિયન સી રોડ પર આડોશ પાડોશ ઘણો સારો હોવાને કારણે દરેક વ્યકિત અહીં રહેવાનું સપનું સેવે છે.

(12:48 pm IST)