Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

નિરવ મોદી દેશમાંના તેમના તમામ શોરૂમ હવે બંધ કરશે

કર્મચારીઓને નવી નોકરી શોધવાની સલાહ આપી : પાછા ફરવા માટે શરતો મૂકી

મુંબઇ ૨૨: પંજાબ નેશનલ બેન્ક ફ્રોડના આરોપી નીરવ મોદીએ તેમના તમામ કર્મચારીઓને છૂટા કરી દીધા છે. નીરવે તેમના કર્મચારીઓને ફ્રેબુઆરીના અંત સુધીમાં રિલીવિંગ લેટર લઇ લેવા જણાવ્યું છે. પોતાના કર્મચારીઓને લખેલ ઇ-મેઇલમાં નીરવે કહયુ છે, તમે નવી નોકરી શોધી લો. હું તમારૂ બાકી નીકળતું વેતન ચૂકવવાની હાલતમાં નથી. હું દેશમાંના મારા તમામ શોરૂમ બંધ કરી રહ્યો છું.

નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે, નીરવ મોદી  ભારત પાછા ફરશે પણ તેમની કેટલીક શરતો છે. PNB ગોટાળામાં ગઇ કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ તેમણે કહ્યું હતું કે, 'મારા અસીલ ભારત પાછા ત્યારે આવશે જયારે તેમને એ વાતની ખાતરી આપવામાં આવે કે આ કેસની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. પ્રત્યેક વ્યકિત પોતાનો બચાવ કરે છે, તેઓ પણ કરી રહ્યા છે. હું સતત તેમના સંપર્કમાં છુ. ચાર્જશીટમાં જાણ થશે કે આખરે આ કેસ શું છે? CBIએ અનેક કેસની તપાસ કરી છે. પરીણામ શું આવ્યું? બોફોર્સ, ૨જીનો કેસ બધાની સામે જ છે. જો તપાસ-એજન્સીઓ બધુ જ સીલ કરશે તો તે PNBને શો જવાબ આપશે? કર્મચારીઓને તેમનો પગાર કઈ રીતે મળશે?'

દરેક LoU પર બેન્ક-કર્મચારીઓને

મોટુ કમિશન મળતુ હતુ

PNB ગોટાળા કેસની તપાસ દરમ્યાન બેન્ક-અધિકારીઓ પાસેથી CBIને આશ્ચર્ય પમાડે એવી માહિતી પ્રાપ્ત થઇ છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ પ્રત્યેક LoU માટે કર્મચારીને કમિશન મળતુ હતું. આ ગોટાળામાં ૬૩ દિવસમાં  ૧૪૩ LoU ઈશ્યુ કરવામાં આવ્યા છે. દરેક LoU પર કમિશન ચૂકવવામાં આવતું હતું. જે તમામ અધિકારીઓમાં વહંચવામાં આવતું હતું.

(12:44 pm IST)