Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પગ પૈણા બંધ, ''જય ભીમ'' દ્વારા અભીવાદન

બસપામાં મોટો ફેરફારઃ સમય બચાવવા અને સમાનતા ભાવ લાવવા

લખનૌઃ બસપામાં હાલ નેતાઓની ભારે તાણ છે. ત્યારે પાર્ટીએ એક નિર્ણય લીધો છે. મીશન ૨૦૧૯ માટે જુના રીસાયેલ સાથીઓને જોડવા અને અન્ય નેતાઓને સમ્માન આપવા બસપાના સુપ્રીમોને હવે પગે લાગવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

હવે કોઈ પણ બેઠક કે સમારોહમાં કોઈપણ વ્યકિત માયાવતીની અથવા અન્ય કોઈ મોટા નેતાઓને પગે નહીં લાગે. પાર્ટી નેતૃત્વએ પરસ્પર ''જય ભીમ'' બોલીને અભીવાદન કરવા નિર્દેશ આપ્યો છે. રાજકીય ચર્ચાઓ મુજબ માયાવતી પોતાને સર્વશ્રેષ્ઠ સ્થાપીત કરવાની જીદ અને પોતાની રીતભાતના કારણે નસીમુદ્દીન સિદ્દીકી, સ્વામી પ્રસાદ મૌર્ય, બૃજેશ પાઠક સહીતના નેતાઓ બસપાથી દુર થઈ ગયા છે. હાલમાં પાર્ટી સાથે માયાવતી અને સતીશચંદ્ર મિશ્રા સીવાય કોઈ મોટો ચહેરો નથી.

ગત લોકસભા અને ધારાસભાની ચૂંટણીમાં કદાવર નેતાઓ ન હોવાથી બસપાએ મોટુ નુકશાન ભોગવવું પડ્યું છે. લોકસભામાં તો પાર્ટીનું ખાતુ પણ નોતુ ખુલ્યુ, જયારે ધારાસભામાં બસપાને ફકત ૧૯ બેઠકો મળી હતી. આ કારણે જ પાર્ટીએ નવા ચહેરા જોડવા અને સમાનતા ભાવ લાવવા માયાવતીની ચરણ વંદના ઉપર રોક લગાવી છે. પગે લાગવાની પરંપરાને કારણે પાર્ટી બેઠકોનો ઘણો સમય વેડફાતો હતો. એટલે આ પરંપરા ઉપર મનાઈ કરવાનું બસપાને નકકી કર્યું છે.

બસપાના નેતાઓ મુજબ પાર્ટી પ્રમુખ માયાવતીના નિર્દેશ ઉપર જ આ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાનતાભાવ પણ આવશે અને પાર્ટીની બેઠકોમાં સમયની ખોટી બરબાદી પણ અટકશે.

(12:43 pm IST)