Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

યુપીના હરદોઈમાં ગાઢ ધુમ્મસના કારણે કાર તળાવમાં ખાબકતા પાંચ લોકોના મોત

રાજ્યના લખમીપૂરમાં ત્રણ ડિગ્રી તાપમાન :સૌથી ઠંડુ શહેર નોંધાયું

લખનૌ ;ઉત્તરપ્રદેશના હરદોઈમાં ગાઢ ધુમ્મસનાં કારણે એક કાર તળાવમાં ખાબકતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર યુપીનાં કેટલાંક સ્થળોએ આજે પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે તેમજ લઘુતમ તાપમાન નીચું રહેશે રાજ્યમાં લખીમપુરમાં ત્રણ ડિગ્રી તાપમાન રહેતાં શહેર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું.

(11:28 pm IST)