Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કાશ્મીરમાં બરફના તોફાનની ચેતવણી :ખીણના સાત જિલ્લામાં વધુ ખતરો

લેહ-લડાખ-કારગિલ શ્રીનગર-કુપવાડા અનેર કાજીપુર સહિતમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંસીયુ ;હદ થીજાવતી ઠંડી

શ્રીનગર ;કાશ્મીરમાં પણ આગામી દિવસોમાં બરફના તોફાનની ચેતવણી અપાઈ છે હવામાન વિભાગે એલર્ટ કરતાં જણાવ્યું હતું કે આજ સાંજ સુધી આવો ખતરો રહેશે અને બરફનું તોફાન ગમે ત્યારે આવી શકે તેમ છે. અંગે જારી કરવામાં આવેલા એલર્ટમાં જણાવાયું છે કે બર્ફીલા તોફાનનો કાશ્મીર ખીણનાં સાત જિલ્લા પર વધુ ખતરો છે. તેથી અનંતનાગ, કૂલગામ, બડગામ, બારામુલા, કુપવાડા, બાંદીપુરા અને ગાંદરબલમાં વરસાદ અથવા ભીષણ બરફવર્ષાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ લોકોને ખાસ સાવધાન રહેવાની અપીલ કરી છે 

 કાશ્મીરમાં બરફનાં તોફાનની ચેતવણી આપવામાં આવી છે ત્યારે તાપમાનનો પારો પણ સતત નીચે જઈ રહ્યો છે, જેમાં કારગિલમાં તાપમાન માઈનસ ૧૯ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લદાખ વિસ્તારમાં પણ હાલ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, તેનાં કારણે હજુ થોડા દિવસ વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ યથાવત્ રહેશે.

લેહમાં તાપમાન શૂન્યથી ૧૩. ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શ્રીનગરમાં તાપમાનનો પારો શૂન્યથી . ડિગ્રીએ પહોંચી ગયો હતો. કાજીગુંડમાં માઈનસ ચાર અને કુપવાડામાં માઈનસ બે તેમજ પહેલગામમાં માઈનસ પાંચ અને ગુલમર્ગમાં માઈનસ ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(10:54 pm IST)