Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

યુ.એસ.ના વર્જીનીઆમાંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી દીપ શ્રાન : શ્રેષ્‍ઠ શિક્ષણ, સમાનતા, સલામતિ, રોજગારીનું સર્જન તથા આર્થિક વિકાસની નેમ સાથે ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી : પ્રાઇમરી ચૂંટણી ૧ર જુન ર૦૧૮ના રોજ

વર્જીનીયા :  અમેરિકામાં વર્જીનીયઆના ૧૦માં ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકનશ્રી દીપ શ્રાનએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે. ઇમિગ્રેન્‍ટસ પરિવારમાંથી આવતા શ્રી દીપ શિક્ષણશાષાી, ટેકનોલોજીસ્‍ટ તથા ઓત્રપ્રિનીયર તરીકે સુવિખ્‍યાત છે. તેઓ અમેરિકન નાગરિકોનાં ઉજ્જવળ ભવિષ્‍ય માટે શ્રેષ્‍ઠ શિક્ષણ તથા લોકશાહીનું જતન કરવાની નેમ ધરાવે છે. ઉપરાંત આર્થિક વિકાસ માટેની તકો તેમજ, તમામ માટે સમાનતાના ધ્‍યેય અને શાંતિ માટે કાર્યરત રહેવા માંગેલ રોજગારીનું સર્જન, નેશનલ સિકયુરીટી તથા ઇમીગે્રન્‍ટસ પ્રત્‍યેના ભેદભાવ દૂર કરી તમામ નાગરિકોને સમાન હકકો  અપાવવા માંગતા હોવાનું જણાવે છે. તેમણે એક સ્‍કુલની પણ સ્‍થાપના કરી છે. પ્રાઇમરી ચૂંટણી ૧ર જુનના રોજ છે.

(9:38 pm IST)