Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કઝાકિસ્તાનમાં બસમાં ભીષણ આગ ભભુકતા 52ના મોત :5નો બચાવ

બસ આખી સળગીને ખાખ : ઉત્તર-પશ્ચિમી અત્કો વિસ્તારમાં દુર્ઘટના

કઝાકિસ્તાન :કઝાકિસ્તાનમાં એક બસમાં ભીષણ આગ ભભુકતા બસમાં સવાર 52 લોકોના મોત નિપજ્યા છે જયારે 5નો બચાવ થયો છે આગ લાગવાની ઘટનામાં આખી બસ બળીને ખાખ થઇ ગઈ છે કઝાકિસ્તાનમાં ઉત્તર-પશ્ચિમી અત્કો વિસ્તારમાં એક બસમાં ભીષણ આગ લાગી હતી દેશના આંતરિક મંત્રાલયે આપેલા એક નિવેદનમાં જણાવાયુ હતું કે આગ એટલી બધી ભયંકર હતી કે બસ આખી સળગી ખાખ થઇ ગઇ હતી.

આ બસમાં સવાર અંદાજે 57 લોકો સવાર હતા જેમાંથી 52 લોકોનાં મોત નિપજયા છે.જયારે 5 પ્રવાસીઓને બચાવી લેવાયા છે મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ તમામ નાગરિકો સ્થાનિક હતા કે તેમાં કોઇ અન્ય દેશના નાગિરક પણ હતા.

(7:58 pm IST)