Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સુપ્રીમના ચુકાદાથી કરણી સેના જોરદાર લાલઘૂમ થઇ

વિરોધ પ્રદર્શન અને હિંસક દેખાવની ચેતવણી : લાખો કરોડો હિન્દુઓની ભાવનાને સુપ્રીમે ઠેસ પહોંચાડી છે : દેશભરમાં જનતા કર્ફ્યુ લગાવાશે : કાલવીનો મત

નવીદિલ્હી,તા. ૧૮ : સુપ્રીમ કોર્ટે સંજય લીલાની ફિલ્મને લીલીઝંડી આપી દીધા બાદ રાજકીય કરણી સેના અને રાજપૂત સમુદાયના લોકોએ જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય થતાં કરણી સેના પોતાના વલણ ઉપર મક્કમ છે. રાજપૂત કરણી સેનાના વડા લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું છે કે તે સમગ્ર દેશના સામાજિક સંગઠનોને અપીલ કરે છે કે, પદ્માવત ચાલવી જોઇએ નહીં. તેમણે કહ્યું છે કે, જનતા ફિલ્મ હોલ ઉપર કર્ફ્યુ લગાવશે. બીજી બાજુ ભાજપના નેતા અને પદ્માવતના નામ ઉપર લોકપ્રિયતા મેળવનાર સુરજપાલે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે લાખો કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. સંઘર્ષ જારી રહેશે. પદ્માવતની રજૂઆતને લીલીઝંડી મળ્યા બાદ આ ફિલ્મ રજૂ થશે. બીજી બાજુ હરિયાણામાં સરકારે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોની રજૂઆતને સાંભળી નથી અને નિર્ણય આપી દીધો છે. નવા વિકલ્પો શોધાશે. તમામ રાજ્યોએ આવી પ્રતિક્રિયા આપી છે.

(7:49 pm IST)