Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરિક્ષણઃ ચીન અને પાકિસ્‍તાન ભારતની રેન્‍જમાં

૬ હજાર કિમીથી વધુ રેન્‍જ ધરાવે છેઃ અગ્નિ-૫ બેલેસ્‍ટિક મિસાઇલ સિસ્‍ટમ સામે પણ કરાશે કાર્યવાહી

ભુવનેશ્વર તા. ૧૮ : ભારતે પરમાણુ ક્ષમતાથી લેસ ‘અગ્નિ-૫' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ઇન્‍ટરકોન્‍નિન્‍ટેલ બેલિસ્‍ટિક મિસાઇલ અગ્નિ-૫નું પરીક્ષણ સવારે ૧૦ વાગ્‍યે ઓડિશા તટ પર આવેલા ટાપુ પરથી કરવામાં આવ્‍યું. આ મિસાઇલના સફળ પરિક્ષણ માનવાના આવી રહ્યું છે કે તેની હદમાં પાકિસ્‍તાન અને ચીન આવશે. પરમાણુ ક્ષમતાવાળી અગ્નિ-૫ મિસાઇલ ૫ હજાર કિ.મી.થી વધુ દુર હુમલો કરી શકે છે અને તેની પહોંચ ચીનના સુદુર ઉતરી ક્ષેત્રો સુધી છે.

અગ્નિ-૫ મિસાઇલોને ડીઆરડીઓને વિકસિત કર્યું છે અને અગ્નિ સીરીઝની મિસાઇલોને ચીન અને પાકિસ્‍તાનને ધ્‍યાનમાં રાખીને જમીન પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

અગ્નિ-૫ મિસાઇલની ઉંચાઇ અંદાજે ૧૭ મીટર અને વ્‍યાસ ૨ મીટર છે. ૫૦ ટનની તે મિસાઇલ દોઢ ટન સુધી પરમાણુ શષા ચલાવામાં સક્ષમ છે. આ ધ્‍વનિની ગતિથી ૨૪ ગણુ વધુ ઝડપથી જઇ શકે છે. આ મિસાઇલની સાથે જ ભારત ૫ હજારથી ૫૫ હજાર કિ.મી.ની અંતરથી હુમલો કરતા બેલિસ્‍ટિક મિસાઇલોથી લેસ દેશોના ગ્રુપોમાં સામેલ થશે. હાલમાં આ ક્ષમતા અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ અને બ્રિટેન જેવા દેશોની પાસે જ છે. આ મિસાઇલનું પરીક્ષણ અગાઉ એપ્રિલ ૨૦૧૨, સપ્‍ટેમ્‍બર ૨૦૧૩, જાન્‍યુઆરી ૨૦૧૫ અને ડિસેમ્‍બરમાં ૨૦૧૬માં પણ કરવામાં આવ્‍યું હતું.

(4:26 pm IST)