Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સેન્સેકસના ૫,૦૦૦ પોઇન્ટના ઉછાળામાં આ શેરમાં ૯૦૦ ટકા રિટર્ન

મુંબઇ તા. ૧૮ : બીએસઇ સેન્સેકસે પહેલી વાર ગઇ કાલે ૩૫ હારની સપાટી ક્રોસ કરી દીધી હતી. આજે પણ શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. ૧૯૮ ટ્રેડિંગ સેશનમાં સેન્સેકસ ૫૦૦૦ પોઇન્ટ ઊછળ્યો હતો. અગાઉ પાંચમી એપ્રિલ ૨૦૧૭ના રોજ સેન્સેકસે ૩૦ હજારની સપાટી ક્રોસ કરી હતી, જયારે ગઇ કાલે ૩૫,૦૦૦ની સપાટી વટાવી દીધી હતી.

સેન્સેકસના ૫૦૦૦ પોઇન્ટના ઉછાળામાં કેટલીય કંપનીઓ છે કે જેમાં ૯૦૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો, જેમાં એચઇજી કંપનીના શેરમાં ૯૩૦ ટકાનો, જયારે ગ્રેફાઇટ કંપનીના શેરમાં ૪૯૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

સાડા સાત મહિનાના સમયગાળામાં ઇન્ડિયા બુલ્સ વેન્ચર, રેઇન ઇન્ડસ્ટ્રીઝ, હિમાદ્રી સ્પેશિયાલિટી કંપનીના શેરમાં ૨૬૩ ટકાથી ૩૧૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એફઆઇઆઇની લેવાલીના પગલે આ શેરમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. એટલું જ નહીં અદાણી ટ્રાન્સમિશન, બોમ્બે ડાઇંગ અને અવંતી કંપનીના શેરમાં પણ ૨૨૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

(3:52 pm IST)