Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વોટ્સઅપ પેમેન્ટ ફિચરને ટુંક સમયમાં શરૂ કરવા હિલચાલ

આગામી મહિનામાં શરૂઆત થઇ શકે છે : વેટ્સએપના નવા ફિચરથી દેશભરમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે : હાલ ટ્રાયલનો તબક્કો ચાલી રહ્યો છે

બેંગલોર,તા. ૧૮: વોટ્સએપના જે પેમેન્ટ ફિચરની લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે આગામી મહિનામાં લાઇવ થઇ શકે છે. આ અંગેની માહિતી સપાટી પર આવ્યા બાદથી ઉત્સુકતા વધારે વધી ગઇ છે. વોટ્સએપના આ ફિચરથી દેશમાં ડિજિટલ પેમેન્ટસને ખુબ પ્રોત્સાહન મળશે. સુત્રોએ કહ્યુ છે કે દેશમાં મોટા પાયે યુજ થનાર મેસેજિંગ એપ વોટ્સએપ યુનિફાઇડ  પેમેન્ટસ  ઇન્ટરફેસ આધારિત પેમેન્ટ પ્લેટફોર્મને સ્ટેટ  બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક અને એક્સીસ બેંકની સાથે ઇન્ટીગ્રેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે. જુદા જુદા તબક્કામાં કામગીરી પહોંચી ગઇ છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે વોટ્સએપ પહેલાથી જ એક પાર્ટનર બેંકની સાથે પોતાના આ ફિચરના ટેસ્ટિંગને લઇને સક્રિય છે. અમારુ માનવુ છે કે ટ્રાયલના પરિણામની દ્રષ્ટિએ આ પ્રોડક્ટસ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરી દેવામાં આવનાર છે. બીજા બેકિૅંગ સુત્રોએ કહ્યુ છે કે વોટ્સ એપ બેંકોની સાથે  સિસ્ટમ ઇન્ટીગ્રેશનના અલગ અલગ તબક્કામાં કામગીરી ચાલી રહી છે. બેંકરે કહ્યુ છે કે વોટ્સ એપ બેંકોની સાથે સિસ્ટમ સ્થાપિત કરવા માટે તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. ઇન્ગીગ્રેશન પ્રોસેસમાં સિક્યુરિટી  ચેક બાદ લાઇળ થયા પછી અંતિમ તબક્કામાં ખાસ યુજર્સ વચ્ચે પ્રોડક્ટસના ટેસ્ટિંગ કરવામાં આવનાર છે. ફેસબુકની આ મેસેજિંગ કંપનીને જુલાઇમાં યુપીઆઇ સાથે ઇન્ટીગ્રેશન માટે મંજુરી મળી હતી. આ રીતે તે ગુગલ સહિત બીજા ગ્લોબલ દિગ્ગજની સાથે જોડાઇ જશે. જે બેંકોને સીધી રીતે કનેક્ટ ઇન્ટરેસ્ટ  પેમેન્ટ ફેસિલીટીના પોતાના વર્જન લાવવાની તૈયારીમાં છે. ભારતમાં  દરેક વર્ગના લોકોમાં વોટ્સ એપ હવે લોકપ્રિય છે.

(3:44 pm IST)