Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રજાઓમાં પણ બાળકોને મળશે મિડ-ડે મીલ

બજેટમાં મોદી સરકાર કરશે મહત્વની જાહેરાતઃ જિલ્લાઓની યાદી તૈયાર

નવી દિલ્હી તા. ૧૮: ૧લી ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટમાં મોદી સરકાર પછાત વિસ્તારોમાં રહેતા ગરીબ બાળકો માટે મોટી જાહેરાત કરશે. સરકાર રજાઓ દરમ્યાન ગરીબી અને કુપોષણથી સૌથી વધુ પ્રભાવિત જીલ્લાઓમાં મીડ-ડે સ્કીમ જાહેર કરશે. તેનો અર્થ એ છે કે, રજાઓ દરમ્યાન પણ ગરીબ બાળકોને શાળાઓમાં મિડ-ડે મળશે.

સુત્રોના જણાવ્યા મુજબ આ વખતના બજેટમાં પ્રાથમિક શિક્ષણના બજેટમાં પણ સારા પ્રમાણમાં વધારો જોવા મળશે. આ વખતે કુલ શિક્ષણના બજેટમાં ૧પ ટકાનો વધારો થશે. વર્ષ ર૦૧૭-ર૦૧૮માં શિક્ષણ બજેટ અંદાજે ૮૦ હજાર કરોડ રૂપિયા હતું. જેનું જે ર૦૧૮-ર૦૧૯માં ૯ર હજાર કરોડ રૂપિયા રહેવાની આશા છે. આગામી બજેટમાં શાળાનાં બજેટમાં ૧ર-૧૪ ટકા વધવાની આશા છે.

આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન માટે વધુ ફાળવણી થશે. સરકારનું શિક્ષણની ગુણવત્તા પર ફોકસ થશે. શાળામાં ઇનોવેશન સેન્ટર પર વધુ પૈસા ખર્ચ થશે. શાળાની રાષ્ટ્રીય એસેસમેન્ટ યોજનાની ઘોષણા થશે અને સર્વ શિક્ષા અભિયાનના ૪૦ ટકા ગુણવત્તા વધારવા પર ફાળવણી થશે.

સુત્રોના જણાવ્યા મુજબ સરકારે એ જીલ્લાની યાદી બનાવી છે જે સૌથી વધુ પછાત છે અને જયાં ગરીબી પણ વધુ છે.

(3:43 pm IST)