Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કાર્ટોસેટ ઉપગ્રહે ઇન્દોર શહેરની તસવીર મોકલી

નવી દિલ્હી તા. ૧૮: હવામાનના અવલોકન માટે લોન્ચ કરવામાં આવેલા કાર્ટોસેટ-ર સિરીઝના ઉપગ્રહે ઇસરોને પ્રથમ તસવીર મોકલી છે. ઉપગ્રહે મોકલેલી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરની પ્રથમ તસવીર અવકાશ સંશોધન-સંસ્થા ઇસરોએ રિલીઝ કરી છે. કાર્ટોસેટ-ર સિરીઝનો ઉપગ્રહ ૧ર જાન્યુઆરીએ શ્રી હરિકોટાથી રોકેટ દ્વારા અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો.

તસવીરના કેન્દ્રમાં હોલકર ક્રિકેટ સ્ટેડિયમ દેખાય છે. ઉપગ્રહ લોન્ચ કર્યાના ત્રણ દિવસ પછી ૧પ જાન્યુઆરીએ તસવીરો લેવાઇ હતી. ત્યાર પછી ૧૬ જાન્યુઆરીએ એ તસવીર ઇસરોના બેન્ગલોરસ્થિત હેડકવાર્ટરની વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવી હતી.

(4:35 pm IST)