Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઇઝરાયલના વડાપ્રધાન અને તેના પત્નીની ભૂલ સોશ્યલ મીડિયામાં ''ટ્રોલ'' થઇ

અમદાવાદ : ઇઝરાયેલના વડાપ્રધાન અને તેની પત્નીની એક ભૂલને કારણે તેઓ સોશ્યલ મીડિયામાં મજાકને પાત્ર બન્યા છે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પત્ની સારા સાથે ગુજરાતની મુલાકાતે  આવ્યા હતા. સાબરમતી આશ્રમની  વિઝિટર્સ ડાયરીમાં પોતાના અનુભવ લખ્યા  ડાયરીમાં લખેલા મેસેજમાં એક ભૂલ થતા સોશિયલ મીડિયામાં લોકો તેની મજા લઈ રહ્યા છે. વાત એમ છે કે ડાયરીમાં ઇઝરાયેલી મહેમાન દ્વારા લખવામાં આવ્યું કે માનવતાના મહાન પયગંબર મહાત્મા ગાંધીના આશ્રમના દર્શન કરવા અમારા માટે  પ્રેરણાદાયક રહ્યું. આ સંદેશ અંગ્રેજી ભાષામાં લખ્યો. અંગ્રેજીમાં લખતા સમયે ગાંધીજીનો સ્પેલિંગ ખોટો લખાઇ ગયો.  જે બાબત ભારે ટ્રોલ થયેલ છે. ચરખો ચલાવ્યા બાદ બંને દેશના નેતાઓએ પતંગ પણ ઉડાવ્યો, પીએમ મોદીએ આ દરમ્યિાન પતંગ અંગે પણ  ઇઝરાયલી વડાપ્રધાન દંપતિ ને માહિતી આપી હતી.

(3:38 pm IST)