Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા પુષ્કળ ભરતીઓઃ નોકરીવાંચ્છુઓને મજો-મજો

યુનિવર્સિટી, ઈન્ડીયન નેવી, રેલ્વે, પોલીસ, બેન્ક, કોલેજ, મહેસુલ વિભાગ (તલાટી), આઈઓસીએલ, આરોગ્ય વિગેરેમાં લાખેણી નોકરીઓ ઉપલબ્ધ

રાજકોટ, તા. ૧૭ :. હાલનું યુવાધન સત્તા સાથે સેવા કરવા તથા સન્માન મેળવવા માટે મોભાદાર નોકરી મેળવવાના આશય સાથે પૂરપાટ ઝડપે દોડી રહ્યુ છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે નોકરીઓનો રીતસર વરસાદ વરસી રહ્યાનું પ્રતિત થઈ રહ્યુ છે.

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થતા અને આચારસંહિતાનો અંત આવતા વિવિધ ક્ષેત્રે રોજગારી ઉભી કરવા તથા ભરતી કરવાનો ભગીરથ યજ્ઞ ફરી પાછો ગુજરાત સરકાર દ્વારા શરૂ થઈ ગયાનું દેખાઈ રહ્યુ છે. પુષ્કળ પ્રમાણમાં ભરતીઓ થઈ રહી છે અથવા તો નજીકના ભવિષ્યમાં થવાની પ્રબળ શકયતા છે. નોકરીવાંચ્છુઓ માટે આશિર્વાદરૂપ એવી વિવિધ ક્ષેત્રે ચાલતી ભરતીઓ તરફ નજર કરીએ તો...

. કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા ૨૨-૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજમેન્ટ ટ્રેઈની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ની ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. અરજી કરનાર ઉમેદવારનો જન્મ ૩૧-૧૨-૧૯૮૯થી ૩૦-૧૨-૧૯૯૯ દરમિયાન થયેલ હોવો જોઈએ. ૫૦ હજારથી એક લાખ સાંઈઠ હજાર જેટલુ પગાર ધોરણ છે.

www.concoridia.co.in

. સરદાર પટેલ યુનિવર્સિટી, એગ્રો ઈકોનોમિકસ રીસર્ચ સેન્ટર, વલ્લભ વિદ્યાનગર (આણંદ) દ્વારા ૨૦-૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ફિલ્ડમેનની ભરતી ચાલી રહી છે. ડીપ્લોમા ઈન એગ્રીકલ્ચર, બીએ., ઈકોનોમિકસ, બીએસસી એગ્રીકલ્ચર થયેલ તથા ૩૮ વર્ષ સુધીની ઉંમર ધરાવનાર ઉમેદવારો અરજીપાત્ર છે.

. ઈન્ડીયન નેવી (ભારતીય નૌકાદળ) દ્વારા ૨૫-૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કુલ ૧૦૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. જેમા એકઝીકયુટીવ બ્રાન્ચમાં ૪૮, ટેકનિકલ બ્રાન્ચમાં ૨૭ તથા ઈલેકટ્રીકલ બ્રાન્ચમાં ૩૩ જગ્યાઓ ભરાવાની છે.

૬૦ ટકા સાથે ઈજનેરી સ્નાતક થયેલ તથા ૨-૧-૧૯૯૪ થી ૧-૭-૧૯૯૯ દરમિયાન જન્મેલ ઉમેદવારો અરજીપાત્ર છે. ૫૬,૧૦૦થી ૧,૧૦,૭૦૦ રૂ. જેટલુ પગાર ધોરણ આપવામાં આવશે.

www.joinindiannavy.ov.in

. ઉદ્યોગ સંગઠન એસોચેમ, આઈટી ઉદ્યોગનું સંગઠન નાસ્કોમ તથા મલ્ટીનેશનલ ફર્મ ઈવાઈના એક રીપોર્ટ -અંદાજો પ્રમાણે ૨૦૨૨ સુધીમાં ભારતનો વર્કફોર્સ (નોકરી કરતા લોકો) ૬૦ કરોડ જેટલો થશે. જેમાથી ૫.૪ કરોડ જેટલા લોકો તો તદન નવા જ પ્રકારના રોજગાર સાથે જોડાશે તેવો અંદાજ છે. આવા રોજગારનું હાલમાં તો અસ્તિત્વ જ નથી.

૨૨.૨ કરોડ નોકરીઓના કાર્ય-કૌશલ્યમાં પરિવર્તન જોવા મળશે. રીપોર્ટ અનુસાર મેન્યુફેકચરીંગ અને સર્વિસીઝના સંગઠીત ક્ષેત્રમાં હાલ ૩.૮ કરોડ લોકો કાર્યરત છે. જે આવતા પાંચ વર્ષોમાં ૪.૮ કરોડ જેટલા થઈ જવાની પ્રબળ શકયતા છે. ગાર્ટનરના મતે ૨૦૨૦ સુધીમા વિવિધ ક્ષેત્રે કુલ નોકરીઓમાં આશરે ૫ લાખ જેટલો વધારો થશે.

. ડો.આર.ડી. ગાર્ડી એજ્યુકેશન કેમ્પસ જામનગર હાઈવે, કિક્રિકેટ સ્ટેડીયમ પાસે, ન્યારા રાજકોટ દ્વારા બીએસસી ડીપાર્ટમેન્ટ માટે એચ.ઓ.ડી. ફીઝીકસ તથા માઈક્રોબાયોલોજીના લેકચરર્સ, કલાર્ક તથા માર્કેટીંગ એકઝીકયુટીવની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

. ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા ૨૯-૧-૨૦૧૮ (સાંજે ૫ વાગ્યા સુધી)ની છેલ્લી અરજી તારીખ સાથે પુરૂષ તથા મહિલા ઉમેદવારો માટે ચોકીદાર વર્ગ-૪ ની કુલ ૧૦૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે જગ્યાઓ અનામત છે તથા વયમર્યાદામાં પણ છૂટછાટ મળવાપાત્ર છે. ધોરણ ૮ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. પગાર ધોરણ ૮૧૦૦ થી ૧૮૦૭૦ જેટલું રહેશે.

www.fcijobportalgujarat.com

. ગુજરાત સરકારે ગ્રામીણ સ્તરે મહેસુલી સેવાઓના સરળીકરણ માટે ૩૫૩૩ જેટલા તલાટીઓની ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગ્રામ પંચાયતો માટે ૭૧૩૩ મહેસુલી તલાટીઓની જરૂરીયાત સામે હાલમાં ૩૬૦૦ જેટલા જ તલાટીઓ છે. આગામી સમયમાં રાજ્યમાં બે ગ્રામ પંચાયત દીઠ એક મહેસુલી તલાટી હશે. જ્યારે હાલમાં ચારથી વધુ ગામડાઓને એક નેજામાં મુકવામાં આવ્યા છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં જાહેરાત બહાર પડવાની પુરી શકયતા છે.

. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, એન.એસ. પટેલ આર્ટસ કોલેજ તથા એન.એચ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, એન.એસ. પટેલ સર્કલ, ભાલેજ રોડ, આણંદ (બિનસરકારી અનુદાનિત કોલેજો) દ્વારા ૨૫-૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર કલાર્ક વગ-૩ (ઓ.બી.સી. તથા એસ.ટી.)ની ભરતી ચાલે છે.

. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી. દ્વારા ૩-૨-૨૦૧૮ (સાંજે ૫ વાગ્યા સુધી)ની છેલ્લી ઓનલાઈન તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસ (સેક્રેટરીયલ આસિસ્ટન્ટ તથા એકાઉન્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વડોદરા ખાતે લેખીત પરીક્ષાની સંભવિત તા. ૧૮-૨-૧૮ છે.

- www.iocl.com

- jr-recruitment@indian oil.in

ફોન નં. ૦૨૬૫-૨૨૩૭૧૪૩/ ૨૨૩૭૧૪૮

. ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઈ., કલાર્ક, નાયબ સેકશન ઓફિસર વિગેરેની પણ ભરતી થવાની પ્રબળ સંભાવના છે. પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે.

. ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ, સરદારબાગ સામે, શનાળા રોડ મોરબી દ્વારા ૨૫-૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે નર્સરી, એલકેજી, યુકેજી, ગ્રેડ-ધોરણ ૧ થી ૧૨ સુધીના વિવિધ વિષયો માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

મેઇલ- Recruitment@osem.Ac.in.મો. ૭પ૭પ૦ ૦પ૩૭૦

. ટાઇમ ઇમેજીંગ સેન્ટર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, જનકલ્યાણ રેલ્વે ક્રોસીંગ સામે, કાલાવડ રોડ રાજકોટ દ્વારા સોનોગ્રાફી, એકસ-રે, એમ. આર. આઇ., સીટી સ્કેનના રીપોર્ટ ટાઇપ કરી શકે તેવા ટાઇપીસ્ટની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

ફોન ૦ર૮૧ ર૪પ૮૧૦૦-૧૦૧ મો. ૯૯ર૪ર ૭૦૯૯૦

.  ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી. દ્વારા ૧૦-ર-ર૦૧૮ (સાંજે ૬ વાગ્યા  સુધી.) ની છેલ્લી અરજી તારીખ સાથે કંપની સેક્રેટરી વર્ગ-૧, મદદનીશ નિયામક વર્ગ-ર, નાણા અને હિસાબી અધિકારી વર્ગ-ર, જમીન સંરક્ષણ અધિકારી વર્ગ-ર, ફિલ્ડ સુપર વાઇઝર વર્ગ-૩, ફિલ્ડ આસીસ્ટન્ટ વર્ગ-૩, સીનીયર કલાર્ક  વર્ગ-૩, સ્ટેનોગ્રેડ વર્ગ-૩, તથા જુનીયર કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી ચાલી રહી છે.

 www.ojas.gujarat.gov.in

. વન સેવા મહાવિદ્યાલય બીલપુડી, તા. ધરમપુર, જિલ્લો-વલસાડ, પીન નં. ૩૯૬૦૬૮ દ્વારા ગ્રામ વિદ્યાપીઠના બી. આર. એસ. વિભાગમાં રપ-૧-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે એગ્રોનોમી તથા વિસ્તરણ વિષયના અધ્યાપકની ભરતી ચાલી રહી છે. અરજી રજી. એ.ડી. દ્વારા મોલકવાની છે.

. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છઠ્ઠો માળ, ગીફટ વન, ગીફટ સીટી, ગાંધીનગર દ્વારા ૩૧-૧-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે વિદ્યુત લોકપાલની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં. ૦૭૯ ર૩૬૦ર૦૦૦.

 www. gercin.org.

.  મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા ર૭-૧-ર૦૧૮ (સાંજે૬ વાગ્યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ચીફ એકાઉન્ટસ ઓફીસરની ભરતી ચાલી રહી છે.  http://www.mgvcl.com/jobs.php

.   સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ  ઓફ ટેકનોલોજી સુરત દ્વારા સીવીલ, મીકેનીકલ, કમ્પ્યુટર, ઇલેકટ્રીકલ, કેમીકલ, ઇલેકટ્રોનિકસ એન્જીનીયરીંગ, એપ્લાઇડ, મિકેનીકસ, એપ્લાઇડ ફીઝીકસ અને કેમેસ્ટી તથા એપ્લાઇડ મેથેમેટીકસ એન્ડ હ્યુમીનિટીઝ સહિતના ડીપાર્ટમેન્ટસ માટે આસીસ્ટન્ટ પ્રોફેસર્સ, એસોસીએટ પ્રોફેસર્સ તથા પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એસોસીએટ પ્રોફેસર્સ તથા પ્રોફેસર્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ર૦-ર-ર૦૧૮  (સાંજે પ વાગ્યા સુધી) છે. જયારે  આસીસ્ટન્ટ પ્રોફેસર્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ર૬-ર-ર૦૧૮ (સાંજે પ વાગ્યા સુધી છે.

http://www.svnit.ac.in

.   ડાયરેકટોરેટ ઓફ ગ્રાઉન્ડનટ

રીસર્ચ(ICAR) દ્વારા તા. ર૪-૧-ર૦૧૮ ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યાના રીપોર્ટીંગ સમય સાથે  યંગ પ્રોફેશનલ -I  અને II માટેના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે ઇન્ટરવ્યુનું સ્થળ મગફળી સંશોધન કેન્દ્ર ઇવ-નગર રોડ, જુનાગઢ રાખેલ છે www.dgr.org.in

.  ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા ર-ર-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત નિવૃત/વ્યવસાયિક શૈક્ષણીક તજજ્ઞો તથા સિવિલ એન્જીનીયર્સની ભરતી ચાલી રહીછ.ે http://eklavyaeducation.gujarat.gov.in  ફોન નં. ૦૭૯ ર૩ર૪૩૭૪૮

.  લોકનિકેતન મહાવિદ્યાલય , રતનપુર, તા. પાલનપુર, જિ.બનાસકાંઠા પીન-૩૮પ૦૦૧ દ્વારા રર-૧-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે રસાયણ શાસ્ત્રના અધ્યાપકની ભરતી ચાલી રહી છે.

.  ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા ૧ર-ર-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે એસ.ટી.કેટેગરીના ઉમેદવારો માટે બોટની વિષયમાં આસીસ્ટન્ટ પ્રોફેસરની ભરતી ચાલે છે.  www.bknmu.edu.in

.  એન.એચ.એમ.કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય અને તબીબી સેવાઓ, રાજકોટ ઝોન હસ્તકના જિલ્લામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રો માટે કરાર આધારીત એકાઉન્ટન્ટ કમ કમ્પ્યુટર ઓપરેટરોના સીધા ઇન્ટરવ્યું તા.રપ-૧-ર૦૧૮ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાખેલ છે. રજીસ્ટ્રેશન બાદ બપોરે એક વાગ્યે મૌખિક ઇન્ટરવ્યુ વિભાગીય નાયબ નિયામકની કચેરી, આરોગ્ય અને તબીબી સેવાઓ, સરકારી પ્રેસ સામે શ્રોફ રોડ રાજકોટ ખાતે યોજાનાર છે.

.  બી.એ.ડાંગર હોમિયોપેથીક મેડીકલ કોલેજ, પરાપીપળીયા બસ સ્ટેન્ડ સામે, જામનગર રોડ, રાજકોટ દ્વારા પ્રિન્સીપાલ તથા એનેટોમી, ફીઝીયોલોજી, પેથોલોજી, ફાર્મસી, ફોરેન્સીક મેડીસીન, મટીરીયા મેડીકા, ઓગેનોન, કોમ્યુનિટી મેડીસીન અને પ્રેકટીસ ઓફ મેડીસીન વિષયના લેકચરર્સ -પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન -૦ર૮૧ ૬પ૩ર૧ર.

.  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે સહાય માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે અરજીનું વેરીફીકેશન  કરાવી લેવાની છેલ્લી તારીખ ર૦-૧-ર૦૧૮ છ.ે http://mysy.guj.nic.in  હેલ્પલાઇન નં.૦૭૯ ર૬પ૬૬૦૦૦ મો.૭૦૪૩૩ ૩૩૧૮૧.

.  એક સર્વે એવો છે કે સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રે ઓટોમેશન થવાને કારણે ૩૭પ૦ લાખ જેટલા કામદારોએ પુરતી રોજગારી મેળવવા માટે નવી સ્કિલ શીખવી પડશે.

. નેશનલ ફર્ટીલાઇઝર્સ લી. દ્વારા ૧૮-૧-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે હોર્ટીકલ્ચર આસી.ડાયરેકટર તથા ઓફીસર્સની કુલ ૪૧ જગ્યાઓ (કેમીકલ રપ, મિકેનિકલ ૧૦ તથા ઇલેકટ્રીક (૬) માટે મેનેજમેન્ટ ટ્રેઇનીરૂપે ભરતી ચાલી રહી છે.

www.nationalfertlizers.com

. આર.આર.સી. નોંર્ધન રેલ્વે દ્વારા ર૭-૧-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૩૧૬ર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.rrcnr.org

. ધી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર નવી દિલ્હી દ્વારા પ-ર-ર૦૧૮ (સાંજે પ-૩૦ સુધી)ની છેલ્લી અરજી તારીખ સાથે સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩ તથા લોઅર ડીવીઝન કલાર્કસની ભરતી ચાલી રહી છે.

www.nihfw.org

ફોન : ૦૧૧-૨૬૧૬૫૯૫૯

. ઓફિસ ઓફ ધ કમિશ્નર ઓફ કસ્ટમ્સ, મેગ્લુરૂ દ્વારા ટીન્ડેલ, સિનિયર ડેકહેન્ડ, સિમેન તથા ગ્રીસરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.cbec.gov.in

www.coustomemangalore.gov.in

. આ ઉપરાંત કેનેરા બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિવિધ કેડરમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તથા નજીકના ભવિષ્યમાં તથા ચાલુ વર્ષમાં આઇબીપીએસ દ્વારા લેવાનાર પરીક્ષા તથા થનાર ભરતીઓ સંદર્ભેની પ્રક્રિયાઓ શરૂ થઇ ગઇ હોવાનુ જાણવા મળે છે. સમયાંતરે વેબસાઇટસ જોતી રહેવી હિતાવહ છે.

આટઆટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ તથા ઇશ્વરમાં અતુટ શ્રધ્ધા સાથે મહેનત કરવા તૂટી પડો-મંડી પડો, સોનેરી તથા લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.)

 

(3:18 pm IST)