Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

'પદ્માવત'ને સુપ્રીમ કોર્ટની લીલીઝંડીઃ બધા રાજ્યોમાં પ્રદર્શિત થશે

સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યોએ ફિલ્મ રિલિઝ સામે મૂકેલો પ્રતિબંધ હટાવ્યોઃ ૨૫મીએ રિલિઝ થશે ફિલ્મ : કોર્ટે કહ્યું... રાજ્ય સરકારો કાયદો - વ્યવસ્થા સુનિશ્ચિત કરેઃ કરણી સેના ફિલ્મ સામે જશે રાષ્ટ્રપતિના દરબારમાં

નવી દિલ્હી તા. ૧૮: સુપ્રીમ કોર્ટે વિવાદોમાં ઘેરાયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝને લીલીઝંડી આપી દીધી છે. હવે આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ દરેક રાજ્યોમાં રિલીઝ થશે. ભાજપ સમર્થિત ૪ રાજ્યોએ 'પદ્માવત'ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સરકારોએ આ નોટિફિકેશન પર પણ સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પડકારતા કરણી સેનાએ રાષ્ટ્રપતિ પાસે જવાનો નિર્ણય કર્યો છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડની બેન્ચ એ ફિલ્મના નિર્માતા વાયકોમ ૧૮ અને બીજા વકીલની આ દલીલ પર વિચાર કર્યો કે તેની અખિલ ભારતીય પ્રદર્શન ૨૫ જાન્યુઆરીના રોજ થવાનું છે. આવી સ્થિતિમાં આ અરજી પર તુરત સુનવણીની આવશ્યકતા છે.

આ ફિલ્મમાં દીપિકાની સાથે શાહિદ કપૂર અને રણવીર સિંહ એ પણ અભિનય કર્યો છે. આની પહેલાં પણ બે અવસર પર સુપ્રીમ કોર્ટ એ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ વિફલ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે એકહ્યું હતું કે સેન્સર બોર્ડના નિર્ણય પહેલાં ફિલ્મ અંગે કોઇ મંતવ્ય આપી શકાય નહીં. બાદમાં સેન્સર બોર્ડ એ પણ આ ફિલ્મને પસા કરી દીધી. ભણસાલીની આ ફિલ્મનો રાજપૂત સંગઠનો અને કરણી સેનાની તરફથી વિરોધ કરાઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ એ ગયા વર્ષે ૨૮ નવેમ્બરના રોજ આ ફિલ્મને લઇ કેટલીય રાજકીય ટિપ્પણીઓ પર અપ્રસન્નતા વ્યકત કરી હતી.

આ ફિલ્મ ૧૩મી સદીમાં મેવાડના મહારાજા રતન સિંહ અને તેમની સેના તથા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીની વચ્ચે થયેલ ઐતિહાસિક યુદ્ઘ પર આધારિત છે. આ ફિલ્મના સેટ પર બે વખત જયપુર અને કોલ્હાપુરમાં તોડફોડ કરાઇ અને તેના નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે કરણી સેનાના લોકોએ ઝપાઝપી પણ કરી હતી.

(7:50 pm IST)