Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પોસ્ટ તંત્રની હરણફાળ :'ઘેરબેઠા' પૈસા ઉપાડો - જમા કરો

ગોલ્ડ બોન્ડના વેચાણમાં ગોંડલનું પોસ્ટ ડિવીઝન ભારતમાં નંબર વનઃ મલેકની જાહેરાત :ગામડાની પોસ્ટ ઓફિસોને દર્પણ યોજનાથી જોડી દેવાઇઃ ગોંડલના તમામ ૨૦૫ ગામડા આવરી લેવાયા

રાજકોટ તા. ૧૮ :સાંપ્રત સમયના હાઈટેક યુગમાં મોબાઈલનો પ્રવેશ થતા અને પ્રસારણના આ માધ્યમ દ્વારા સોશિયલ મીડિયા ગજબનું કાર્યરત થતા પોસ્ટ તંત્રની તાર-ટપાલ સેવા હાલના દિવસોમાં ખુબ અસર પામી છે.

આવા સમયે વર્તમાન સમયની હરીફાઈઓ અને કુરિયર જેવા હરીફો સાથે કદમોકદમ મિલાવવા દેશનું પોસ્ટ તંત્ર પણ જાણે હરણફાળ ભરી રહ્યું હોય તેમ ડીજીટલ ઇન્ડીયા તરફ આગળ વધી રહ્યુ છે.

આવી વાતને સાબિત કરવા પોસ્ટ્લ ડીપાર્ટ્મેન્ટ પણ કેશલેસ વ્યવહારો તરફ વધુ એક કદમ આગળ વધ્યુ છે. આ માટે તમામ ગામડાની બ્રાંચપોસ્ટ ઓફીસોને પણ ઓનલાઇન વ્યવહારો કરવા માટેની 'દર્પણ યોજના'થી જોડી દેવાઇ છે. આ યોજનામા હવે નવા ખાતા ખોલવા તેમજ બીજી લેવડ દેવડ સહિતની સુવિધા માટે 'રૂરલ ઇન્ફોર્મેશન કોમ્યુનીકેશન ટેકનોલોજી' મશીનો ફાળવવામાં આવ્યા છે. ગોંડલ વિભાગની તમામ ૨૦૫ ગામડાની ૨૦૫ પોસ્ટ ઓફીસોને આ યોજના અંતર્ગત જોડી દેવાઇ છે. તમામ સ્ટાફને આ માટેની તાલીમ પણ અપાઇ છે. આ યોજના અંતર્ગત ગ્રાહકોને ઘેર બેઠા પોસ્ટ વિભાગની સેવાઓ જેવીકે નાણા ઉપાડવા, જમા કરવા કે નવા ખાતા ખોલવા જેવી નાણાકીય સેવાઓ ઉપલબ્ધ થઇ હોય ગ્રાહકોએ આ સેવાનો મહત્ત્।મ લાભ લેવા ગોંડલ પોસ્ટ ડીવીઝનના અધિક્ષક ટી.એન.મલેકે અનુરોધ કર્યો છે.

ગોલ્ડ બોન્ડના વેચાણમાં દેશમાં પ્રથમ નંબર હાંસલ કરતુ ગોંડલનું પોસ્ટ ડીવીઝન

સોવરેન ગોલ્ડ બોન્ડના વેંચાણમાં લાક્ષ્યાંક કરતા ડબલ કામ કરીને ગોંડલના પોસ્ટ ડિવિઝને ભારતભરમાં પ્રથમ નંબર હાંસલ કર્યો હોવાનું ગોંડલ ડીવીઝન ના અધિક્ષક શ્રી ટી.એન.મલેકે જણાવ્યું હતું.

આ બાબતે વિગતો આપતા તેઓએ જણાવેલ કે, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના ૨૦૧૭૧૮ શ્રુંખલા-૩ માં ગોંડલ ડીવીઝનમાં ૨૦૦૦ ગ્રામ ગોલ્ડ બોન્ડના વેંચાણનો લક્ષ્ચાંક અપાયો હતો. જેની સામે તા. ૦ .૧૦.૨૦૧૭ થી ૨૭.૧૨.૨૦૧૭ વચ્ચે ૪૮૬૬ ગ્રામ સોવરેન ગોલ્ડ બોન્ડનુ વેંચાણ કરી ગોંડલ ડીવીઝને, રાજકોટ રિજિયન, ગુજરાત સર્કલ તેમજ પુરા ભારતભરમાં પ્રથમ નંબર હાંસલ કર્યો તે ગોંડલ ડીવીઝન માટે મોટી સિદ્ઘિની વાત સાબિત થઇ છે. આવી હાંસલ થયેલી સિદ્ઘિમાં ગોંડલ ડીવીઝનના તાબા હેઠળની કાળાસર, ગોખલાણા, લાખાવાડ મોટી, ખાંડાધાર, નાના માંડવા, રીબડા, ગુન્દાસરા, અનીડા વાછરા, ખારચીયા, બોરડી સમઢીયાળા, મોટી પરબડી, સાતોદડ, પીપરડી, વિન્જુડા, દેરડી કુંભાજી, જેતપુર, ધોરાજી, કોલકી, ગોંડલ હેડ ઓફીસ, ગોંડલ કોલેજ ચોક ઓફીસ, ગોંડલ ભોજરાજપરા ઓફીસ, જસદણ, ઉપલેટા આ તમામ કચેરીએ નોંધનીય કામગીરી કરી તેમજ ગ્રાહકોનો અભૂતપૂર્વ સાથ અને સહકાર મળેલ છે.

ગોંડલ ડીવીઝનના અધિક્ષક ટી એન. મલેકના માર્ગદર્શન હેઠળ પુરા ગોંડલ ડીવીઝનના કર્મચારીઓએ ખુબ મહેનત કરી આ સિદ્ઘી હાંસલ કરવામાં મદદરૂપ થયા હોવાનું મલેક જણાવે છે. આ કામગીરીમાં ગોંડલ ડીવીઝન હેઠળની કુલ ૩૯ પોસ્ટ ઓફીસ તેમજ ૨૦૫ ગ્રામ્ય પોસ્ટ ઓફીસનો સમાવેશ થાય છે.

(12:01 pm IST)