Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સુપ્રીમના ચુકાદાને ટાંકી અહેમદભાઇ પટેલે હજ સબસીડી બંધ કરવા સામે પ્રશ્‍ન ઉઠાવ્‍યો

નવી દિલ્‍હી : હજ સબસિડી બંધ કરવાના સરકારના નિર્ણંય સામે રાજયસભાના કોંગી  સાંસદ શ્રી અહેમદભાઇ  પટેલે કેટલાક સવાલો કર્યા છે અને સરકારને પત્ર લખ્‍યો છે.અહેમદભાઇએ  સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ટાંકી સરકારે લીધેલા પગલા સામે સવાલ ઉઠાવ્‍યા છે. લધુમતિ બાબતોના પ્રધાન મુખ્‍તાર અબ્‍બાસ નકવીને લખેલા પત્રમાં અહેમદભાઇ  પટેલે સવાલ ઉઠાવતા લખ્‍યું છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨માં આદેશ કર્યો હતો કે તબક્કાવાર ૧૦ વર્ષમાં સબસિડી ઘટાડી તેને બંધ કરવામાં આવે. તો પછી સરકારે ડેડલાઈનના ચાર વર્ષ પહેલા શા માટે સબસિડી બંધ કરી દીધી? વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૭ દરમ્‍યાન હજ સબસિડી ૪૦૧ કરોડથી ઘટાડી ૨૦૦ કરોડ કરવામાં આવી છે ત્‍યારે અહેમદભાઇ આ ઘટાડેલી સબસિડીના નાણા લધુમતિના વિકાસ માટે કેટલા અને કયારે વાપરવામાં આવ્‍યા તેનો સરકાર પાસે હિસાબ માંગ્‍યો છે.

(11:39 am IST)