Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

દાઉદના બે ભત્રીજા દુબઈથી મુંબઈ આવી જેલમાં બંધ ઈકબાલને મળ્‍યા

બન્‍ને ભત્રીજા સામે કોઈ ક્રીમીનલ કેસ ન હોવાથી પોલીસ કશુ કરી ન શકી

મુંબઈ, તા. ૧૮ :. દેશના મોસ્‍ટ વોન્‍ટેડ અપરાધી દાઉદ ઈબ્રાહીમના ૨ ભત્રીજા દુબઈથી થાણેની જેલમાં બંધ તેના નાના ભાઈ ઈકબાલ કાસકરને મળવા આવ્‍યા હતા. સૂત્રોનું માનીએ તો કાસકરનો પુત્ર રીઝવાન અને દાઉદના બીજા ભાઈ અનિસનો પુત્ર આરિસ ગયા મહિને જેલમાં ઈકબાલ કાસકરને મળ્‍યા હતા.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે રિઝવાન પાસે ભારતીય પાસપોર્ટ હતો આરીસ પાસે દુબઈનો પાસપોર્ટ હતો. આરિસ ટુરીસ્‍ટ વિઝા પર ભારત આવ્‍યો હતો અને બન્ને પહેલા દિલ્‍હી ગયા હતા અને પછી ત્‍યાંથી ટ્રેનમા મુંબઈ ગયા હતા. બન્નેનો કોઈ ક્રીમીનલ રેકોર્ડ નથી.

દાઉદ ઈબ્રાહીમ જેલમાં બંધ પોતાના ભાઈ ઈકબાલ કાસકરની સુરક્ષાને લઈને હંમેશ ચિંતિત રહેતો હોય છે. આ મુલાકાત ઉપર પણ તેની નજર હતી. રિઝવાન અને આરીસ જાન્‍યુ.ના પ્રથમ સપ્તાહમાં જ સુરક્ષિત રીતે દિલ્‍હી પહોંચી ગયા હતા. મુંબઈ આવ્‍યા બાદ બન્નેએ ઈકબાલને જેલમાં બે વાર મળ્‍યા હતા. બન્ને ગામદેવીમાં મિત્રના ઘરે રોકાયા હતા. ઈકબાલને મળી બન્ને ભારે ભાવુક થયા હતા. સાથો સાથે કહ્યુ હતુ કે તેઓએ ભારત આવવુ જોઈતુ નહોતું.

સૂત્રોના કહેવા મુજબ દાઉદના ભત્રીજા મુંબઈમાં પોતાના પૈતૃક ઘર નહોતા ગયા, જો જાત તો પોલીસની નજરે ચડી જાત.

 

(11:35 am IST)