Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

૧૦ કરોડ યુઝર્સનો ટાર્ગેટ

વોટ્સએપને ટક્કર આપવા આ નવી સુવિધા શરૂ કરશે હાઇક

નવી દિલ્હી તા. ૧૮ :ભારતીય મેસેજિંગ સેવા હાઇકે બુધવારે નવી સેવા 'ટોટલ'ની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. આ સેવા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનાર ગ્રાહકોને ડેટા વગર જ ચેટ કરવાની, ન્યૂઝ વાંચવાની તેમજ ટ્રેન ટિકિટ બુક કરવાની સુવિધા તેમજ અન્ય સુવિધાઓ આપશે.

વ્હોટ્સએપની હરિફ કંપની હાઇકે પોતાના યુઝર્સની સંખ્યાને ૧૦ કરોડ કરતાં વધુ કરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. જે લોકો ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરે છે અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં જ નથી તેમના માટે હાઇકે 'ટોટલ' સેવાની શરૂઆત કરી છે.

આ 'ટોટલ' સેવાની શરૂઆત ઇન્ટેકસ અને કાર્બનના સસ્તા ફોનથી કરી છે. હાઇક મેસેન્જરના સીઈઓ કેવિન મિત્ત્।લે 'ટોટલ'કઇ રીતે કામ કરશે તે વિશે વિસ્તારથી કહ્યું હતું કે, 'એ એક ઓપરેટિંગ સિસ્ટમ પર નિર્ભર રહેશે. જે ૩જી અને ૪જી ડેટા વગર જીએસએમમાં કામ કરશે.'

મિત્તલે જણાવ્યું કે આ વર્ઝન અન્સ્ટ્રકચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા (યુએસડી)ના અપડેટેડ વર્ઝન પર કામ કરે છે. જેને અમે યુનિવર્સલ ટ્રાન્સફર પ્રોટોકોલ શ્નયુટીપીલૃ નામ આપ્યું છે. યુટીપી હાઇકની પેટન્ટ ટેકિનક છે. જેથી યુએસએસડી પ્લેટફોર્મ પર સ્માર્ટફોન જેવા ફીચર ઉપયોગ કરી શકાય છે.

આ સેવા માટે હાઇકે એરટેલ, વોડાફોન, એરસેલ અને બીએસએનએલ જેવી દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. મિત્તલે કહ્યું છે કે ઇન્ટેકસ અને કાર્બન ફોનના કેટલાક મોડલ પર 'ટોટલ'થી સાઇન ઇન કરવા પર હાઇક એકાઉન્ટમાં ૨૦૦ રૂપિયા પણ મળશે.

(11:16 am IST)