Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ડીઆરઇએ મુંદ્રા પોર્ટ પરથી દોઢ કરોડની ડયૂટી ચોરીનું બ્રાસ પકડયું

જામનગરની કંપની ભંગારની આયાત બતાવી બ્રાસ મટીરીયલ ઇમ્પોર્ટ કરતી હતી

નવી દિલ્હી તા. ૧૮ :પોર્ટ પરથી દાણચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે જ ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI), અમદાવાદની ટીમે મુંદ્રા પોર્ટ પરથી રૂપિયા દોઢ કરોડની ડ્યુટી ચોરી પકડી પાડી છે. જામનગરની કંપની ભંગારની આયાત કરી હોવાનું મીસ ડેકલેરેશન કરી બ્રાસ મટીરીયલ આયાત કરી ડ્યુટી ચોરી કરતી હતી. DRIની ટીમે દુબઇના જાબેલ અલી પોર્ટ પરથી આયાત થયેલા બ્રાસ મટીરીયલનું કન્ટેનર કબજે લઇ વધુ તપાસ આદરી છે..

DRI અમદાવાદની ટીમને બાતમી મળી હતી કે, જામનગરની દિવ્યાંશી મેટલ નામની કંપની દ્વારા દુબઇથી બ્રાસ- મેટલ મરીયાલ આયાત કરવામાં આવી રહ્યું છે. જોકે તેના સંચાલકો કસ્ટમ કલીયરન્સ વખતે બ્રાસ- મેટલ મટીરીયલને બદલે ભંગારની આયાત કરી હોવાના ડોકયુમેન્ટ રજૂ કરી મોટા પ્રામાણમાં કરચોરી કરે છે..

DRIએ આ બાબતે મુંદ્રા પોર્ટ પર સ્પેશિયલ ઇન્કવેસ્ટીગેસન એન્ડ ઇન્ટેલિજન્સ બ્યુરો (એસઆઇઆઇબી)ના આધિકારીઓને જાણ કરી દીધી હતી. સાથે સાથે અમદાવાદથી અધિકારીઓ પણ મુંદ્રા પોર્ટ પર પહોંચી ગયા હતા. અધિકારીઓ દિવ્યાંશી મેટલના ઇમ્પોર્ટ થનારા કન્ટેનરની વોચમાં જ હતા.

જેવા કન્ટેનર પોર્ટ પર પહોંચ્યા કે તરત જ કંપની દ્વારા તેના કલીયરન્સ માટે ડોકયુમેન્ટસ રજૂ કરાયા હતા. જેમાં કન્ટેનરમાં ભંગાર હોવાની વિગતો દર્શાવવામાં આવી હતી. ભંગાર કરતા ફ્રેશ બ્રાસ મટીરીયલ પર ઘણી વધારે ડયુટી લાગતી હોય છે.

(10:08 am IST)