Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ - ૭

જીવન મૃત્‍યુ છે

આકાશ સાથે થોડો તાલ-મેલ બનાવો. આંખોને વિરાટને પીવાદો. દિવસ હોય કે રાત-જયારે પણ મોકો મળે ત્‍યારે આકાશ પર ધ્‍યાન કરો આકાશને હૃદયમાં ઉતરવા દો. જલદીથી વચ્‍ચેથી પડદો ઉઠવા લાગશે. અંદરનું અને બહારનું આકાશ ભેટવા લાગશે. અહંના વિસર્જનમાં આનાથી માર્ગ બનશે. અને જો અનાયાસે જ આકાશ પર ધ્‍યાન કરતા-કરતા તન-મન આતુર થઇ જાય તો સ્‍વયંને રોકશો નહી. નાચજો હૃદયપુર્વક નાચજો.પાગ થઇને નાચજો. આ નૃત્‍યથી જીવન રૂપાંતરણની ચાવી મળી જાય છે, કારણ કે નૃત્‍ય જ અસ્‍તિત્‍વ છે. અસ્‍તિત્‍વના હોવાની રીત જ નૃત્‍યમય છે. અણુ-પરમાણુ નૃત્‍યમાં લીન છે. ઉર્જા અનંતરૂપોમાં નૃત્‍ય કરી રહી છ.ે જીવન નૃત્‍ય છે.

હું તો ઇચ્‍છું કે માનવોને ગાતાં, ગાતાં, નાચતા, નાચતા ટુચકાઓ કહેતા કહેતા, ગિટાર વગાડતા વગાડતા નરકમાં મોકલવામાં આવે તો પણ ત્‍યાનું વાતાવરણ બદલી નાખી શકે. અરે નરકનો શેતાન પણ દીક્ષા લઇને નાચતો-ગાતો થઇ જાય.

-જાગવાના ઘણા ઉપયોગો છે, પરંતુ હાસ્‍ય સૌથી સુગમ ઉપાય છે કારણ કે હસવામાં તમારા શરીરનો એકે એક કોશ નિર્ભાર થઇ જાય છ.ે અને હસવા માટે તમરે ન તો કોઇ પ્રશિક્ષણની જરૂર છે, ન કોઇ નિયમની, બસ પોતાની ચારે બાજુ જુઓ અને તમને હજારો બાબતો મળી આવશે જેના ઉપર તમે હસી શકો, જીવન હાસ્‍યથી, ખડખડાટ હાસ્‍યથી ભરેલું છે પરંતુ તમે ગંભીર હશો તો કંઇ પણ તમારી પકડમાં નહીં આવે. તમે તમારી ગંભીરતા છોડી શકો. એ જ મારા ટુચકાઓનું રહસ્‍ય છ.ે

-ધર્મ એ જીવનની સુગંધ, સંગીત અને પ્રકાશ છે, મારી દૃષ્‍ટિમાં ધર્મ એ જીવન મહેલને સુગંધથી અને પ્રકાશથી ભરવાની વિધિ સિવાય બીજું કાંઇપણ નથી.

પૃથ્‍વી ઉપર અત્‍યાર સુધીમાં જે જાતની મનુષ્‍યજાતિનું નિર્માણ થયું છે તેમાં સર્જનાત્‍મકતાના બી રોપાયેલા નથી. એટલા માટે વિધ્‍વંસ એ તેમનો સુર બની ગયો છે. પરિણામે રાષ્‍ટ્રના, ધર્મના, જાતિના કે વર્ણના નામ ઉપર વિધ્‍વંસ પ્રગટ થાય છે. જો શકિત ખીલી ઉઠે તો નૃત્‍ય અને ગીત બને, તે જ શકિત ઝેર બની ગઇ છે. જો શકિત પ્રગટ થઇ હોય તો વાંસળીમાં વહેતી હોત, તે શકિત તલવારની ધાર બની ગઇ છે.
-હાસ્‍ય એક રહસ્‍યમયી ઘટના છે. એને વિષે ચર્ચા કરવા કરતા એનો સ્‍વાદ લેવો, અનુભવ લેવો વધુ યોગ્‍ય છે. જયારે ભુખ લાગી હોય ત્‍યારે ભોજન વિષેની ચર્ચામાં રસ નથી હોતો. જયારે નદીમાં ડુબતા હોઇએ ત્‍યારે તરવાની કળા ઉપર ભાષણ સાંભળવામાં રસ નથી હોતો. દરેક બાબત કહેવા માટે યોગ્‍ય પ્રસંગની આવશ્‍યતા હોય છે. છતાં પણ કેટલીક વખત ગેરસમજ થઇ જતી હોય છ.ે

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.

સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:21 am IST)