Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

યુ.એસ.માં યોજાતી સાયન્‍સ ટેલેન્‍ટ સર્ચ સ્‍પર્ધામાં પસંદ થયેલા ૩૦૦ સેમિફાઇનલીસ્‍ટમાં ચોથા ભાગના ઇન્‍ડિયન તથા સાઉથ અમેરિકન સ્‍ટુડન્‍ટસ : સોસાયટી ફોર સાયન્‍સ એન્‍ડ પબ્‍લીકએ ૧૮૦૦ સ્‍પર્ધકોમાંથી ૩૦૦ સેમિફાઇનલીસ્‍ટની યાદી જાહેર કરી

વોશીંગ્‍ટન : યુ.એસ. માં સોસાયટી ફોર સાયન્‍સ એન્‍ડ પબ્‍લીકએ ૯ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ સાયન્‍સ ટેલેન્‍ટ સર્ચ સ્‍પર્ધામાં જાહેર કરેલા ૩૦૦ સેમિ ફાઇનલીસ્‍ટમાં ૭૦ એટલે કે ૨૫ ટકા જેટલા ઇન્‍ડિયન અથવા સાઉથ અમેરિકન હાઇસ્‍કૂલ સ્‍ટુડન્‍ટસનો સમાવેશ થયો છે.

આ સ્‍પર્ધામાં ૧૮૦૦ સ્‍ટુડન્‍ટસએ ભાગ લીધો હતો. જેમાંથી ૩૦૦ સ્‍ટુડન્‍ટસને સેમિફાઇનલ માટે પસંદ કરાયા હતાં. જેઓ માંથી યુવા સાયન્‍ટીસ્‍ટ માટે આખરી યાદીમાં પસંદગી કરાશે. દરેક સ્‍કોલરને સ્‍ટુડન્‍ટ દીઠ બે હજાર ડોલર તથા તેમની સ્‍કુલને બે હજાર ડોલર અપાશે.

ભાવિ પેઢીમાંથી સાયન્‍ટીસ્‍ટ, ટેકનોલોજીસ્‍ટ, એન્‍જીનીયર્સ તથા મેડીકલ ક્ષેત્રે નિર્માણ કરવા માટે ૩.૧ મિલીયન ડોલરનો ખર્ચ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એટલે કે ૨૦૧૭ ની સાલમાં ઇન્‍ડિયન અમેરિકન ઇંદ્રાણી દાસ તથા અર્જુન રામાણીએ  ટોપ થ્રીમાં સ્‍થાન મેળવ્‍યું હતું.

(9:49 pm IST)