Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ગુર્જર આંદોલનની પૂર્વ સંધ્યાએ ગેહલોત સરકાર દ્વારા મોટું એલાન :સરકારી નોકરીમાં 5 ટકા અનામત મળશે

રાજ્ય સરકાર અને ગુર્જર નેતા વચ્ચે જયપુરમાં 6 કલાક ચાલી બેઠક: આંદોલનને લઇને સવારે નિર્ણય લેવાશેઃ કર્નલ કિરોડીસિંહ બૈંસલા

જયપુર : રાજસ્થાનમાં આવતીકાલથી શરૂ થનારું ગુર્જર આંદોલન સ્થગિત થઇ ગયું છે. , રાજ્ય સરકાર અને ગુર્જર નેતાઓ વચ્ચે આજે શનિવારે જયપુરમાં 6 કલાક સુધી વાતચીત ચાલી હતી. આ વાતચીતમાં સહમતિ બની ગઇ છે અને ગુર્જર નેતાઓની જે માંગ હતી તેમાં સૌથી વધુ માંગ સરકારે માનવાનો ભરોસો આપ્યો છે. સરકાર 5 ટકા ગુર્જર અનામત આપવા રાજી થઇ ગઇ છે.

જોકે કર્નલ કિરોડીસિંહ બૈંસલાએ કહ્યું કે, જે ગુર્જર નેતાઓ સાથે સરકારે વાતચીત કરી છે, આવતીકાલ( રવિવાર) તેઓ સવારે આંદોલન સ્થળ પીલૂ પર આવીને સરકાર સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરશે અને બાદમાં સમાજ જે નિર્ણય લેશે, તેની સાથે અમે લોકો છીએ. અમારી સરકાર પાસે કેટલીક માંગો છે જેના માટે અમે આંદોલન કરી રહ્યા હતા અને જો સરકાર માંગો માની લે છે તો અમે આંદોલન પર લઇ લેશું.

ગુર્જર આંદોલન દરમિયાન 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ મૃતકોના પરિજનોને 5 લાખની સહાય અને સરકારી નોકરીની ખાતરી આપી છે. સરકારી નોકરીમાં બેકલોકમાં ગુર્જર અનામતનો લાભ અપાશે. ગુર્જર આંદોલનકારીઓ નેતાઓ પર ચાલતા કેસ પરત લેવા સરકાર પહેલ કરશે. ગુર્જરોને 5 ટકા અનામતને લઇને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરશે. ત્યારે હવે ગુર્જર આંદોલન મોકૂફ રહે તેવી પુરેપુરી શક્યતા છે.

(11:52 pm IST)