Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મને ફટાકડા કયારે મોકલો છો પુછવાવાળા ટવિટર યુઝરને સોનુ સુદએ આપ્‍યો જવાબ

મુંબઇ : અભિનેતા સોનુ સૂદએ ટવિટર પર એક યુઝરને જવાબ આપ્‍યો છે જેમાં એમણે ટેગ કરતા ટવિટ કર્યુ હતું ભૈયા મને હજુ સુધી ફટાકડા નથી મળ્‍યા કયારે મોકલો છો પ્‍લીઝ અપાવી આપોને સોનૂએ આના પર પ્રતિક્રિયા આપતા ટવિટ કર્યુ આ વખતે દિવાળી ફટાકડા ફોડીને નહી, કોઇનો ચૂલો સળગાવી મનાવો.

(9:50 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST