Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ચીનની મદદથી ભારતના સંવિધાનને બદલવાની વાતો કરનારાઓને જેલ ભેગા કરો : સંજય રાઉત

10 વર્ષ માટે અંદમાન મોકલી દેવામાં આવશે. તેઓ કેવી રીતે મુક્ત રીતે ફરી શકે છે?

નવી દિલ્હી : કલમ 370 પર તાજેતરમાં નજરકેદમાંથી મુક્ત કરાયેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીના નિવેદન બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે. શિવસેનાના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે શનિવારે મહેબૂબા પર તેમના નિવેદન માટે નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું કે, જો કોઈ ચીનની સહાયથી ભારતીય બંધારણમાં પરિવર્તન લાવવાની વાત કરે છે, તો તેની ધરપકડ કરીને દસ વર્ષ માટે અંદમાન મોકલવામાં આવે.

 

શિવસેનાનાં સાંસદે કહ્યું કે, “ફારૂક અબ્દુલ્લા હોય કે મહેબૂબા મુફ્તી, જો કોઈ ચીનની સહાયથી ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની વાત કરે છે, તો તેની ધરપકડ કરીને 10 વર્ષ માટે અંદમાન મોકલી દેવામાં આવશે. તેઓ કેવી રીતે મુક્ત રીતે ફરી શકે છે?” “

આ પહેલા પણ સંજય રાઉતે કહ્યું હતું કે, જો પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અથવા અન્ય કોઈ પણ કે જે જમ્મુ-કાશ્મીરમાં ચીનની સહાયથી આર્ટિકલ 370 ને પુનર્સ્થાપિત કરવા માંગે છે, તો કેન્દ્ર સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવે તે અત્યંત જરૂરી છે

(6:39 pm IST)