Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સરદાર વલ્લભભાઇ પટેલે પણ રજવાડાઓનો વિલ કરીને ભારતને રાષ્‍ટ્ર બનાવ્‍યુ હતુઃ 1928માં બારડોલીમાં થયેલ સત્‍યાગ્રહની આગેવાની લીધી હતી

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી આજે 31 ઓક્ટોબરે મનાવાઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડાઓનો વિલય કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. આજ કારણ છે કે, વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા દિવસ 2014માં મનાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, ભારતનો જે નક્શો બ્રિટિશ શાસનમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં 40 ટકા જમીનો આ દેશી રજવાડાઓ પાસે હતી. સ્વતંત્રતા બાદ આ રજવાડાઓને ભારત કે પાકિસ્તાનમાં વિલય અથવા સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો કે સરદાર પટેલની દૂરદર્શિતા, ચતુરાઈ અને ડિપ્લોમેશીના કારણે આ રજવાડાઓનું ભારતમાં વિલય થયું.

વલ્લભભાઈ પટેલની સરદાર બનવા સુધીની રોચક સફર પર એક નજર

- સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ગુજરાતમાં થયો હતો. કરમસદમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યાં બાદ પેટલાદની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

- વલ્લભભાઈની ઉંમર 17 વર્ષની હતી, ત્યારે તેમના લગ્ન ઝવેરબા સાથે થયા હતા

- વલ્લભભાઈને ગોધરામાં એક વકીલ તરીકે પોતાની પ્રેક્ટિશ શરૂ કરી. તેમણે એક વકીલ તરીકે ઝડપથી સફળતા હાંસિલ કરી અને ટૂંક સમયમાં તેઓ મોટા ક્રિમિનલ લૉયર બની ગયા.

- ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કરવા માટે પટેલને પોતાની પસંદ ગણાવતા ગાંધીજીએ કહ્યું હતું કે, અનેક લોકો મારા પાછળ આવવા માટે તૈયાર હતા, પરંતુ મારું મન સતત સવાલ પૂછતું કે, મારો ડેપ્યુટી કમાન્ડર કોણ હોવો જોઈએ? આખરે મેં વલ્લભભાઈ વિશે વિચાર્યું.

- 1928માં ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ થયો, જેની આગેવાની વલ્લભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel) કરી. આ એક મુખ્ય ખેડૂત આંદોલન હતું. તે સમયે તત્કાલીન સરકાર ખેડૂતો પાસેથી જંગી કર વસૂલી રહી હતી. સરકારે કરમાં 30 ટકાનો વધારો કરી દીધો હતો. જેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા. વલ્લભભાઈ પટેલે સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો. સરકારે આ આંદોલન કચડવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ અંતમાં લાચારીવશ સરકારને પટેલ સામે નમતુ જોખવું પડ્યું અને ખેડૂતોની માંગ પૂરી કરવી પડી.

- બે અધિકારીઓની તપાસ બાદ કર 30 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધો. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલની સરદારની ઉપાધી આપી.

- 1931માં પટેલને કોંગ્રેસના કરાંચી અધિર્વેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તે સમયે જ્યારે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂની ફાંસીથી સમગ્ર દેશમાં આક્રોશ હતો. પટેલે એવું ભાષણ આપ્યું, જે લોકોની દેશ ભાવનાને દર્શાવતું હતું.

- પટેલે ધીમે-ધીમે તમામ રાજ્યોના ભારતમે વિલય માટે તૈયાર કરી લીધા હતા, પરંતુ હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન આસિફે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો. નિઝામે નિર્ણય કર્યો ગતો કે, તે પાકિસ્તાન કે ભારતમાં સામેલ નહીં થાય.

- બાદ સરદાર પટેલે હૈદરાબાદના નિઝામને ખદેડવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું. વર્ષ 1948માં ચલાવવામાં આવેલ ઓપરેશન પોલો એક ગુપ્ત ઓપરેશન હતું. આ ઓપરેશન થકી નિઝામ ઉસ્માન અલી ખાન આસિફને સત્તાથી દૂર કરવામાં આવ્યા અને હૈદરાબાદને ભારતનો હિસ્સો બનાવી લેવામાં આવ્યું.

- દેશની આઝાદી બાદ પટેલ પહેલા નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બન્યા હતા.

- સરદાર પટેલના નિધન પર પંડિત નેહરુએ કહ્યું હતું કે, સરદારનું જીવન એક મહાન ગાથા છે. જેનાથી આપણે સૌ પરિચિત છીએ અને સમગ્ર દેશ આ જાણે છે. ઈતિહાસના અનેક પાનાઓમાં તેની નોંધ લેવાશે અને તેમને રાષ્ટ્ર નિર્માતા કહેશે. ઈતિહાસ તેમને નવા ભારતના એકીકરણ કરનાર કહેશે. આપણામાંથી અનેક લોકો માટે તેઓ સ્વતંત્રતાની લડાઈમાં આપણી સેનાના એક મહાન સેનાનાયક તરીકે યાદ કરવામાં આવશે. એક એવો વ્યક્તિ જેણે કપરા સમયમાં અને જીતની ક્ષણોમાં બન્ને અવસરે આપણને યોગ્ય સલાહ આપી.

- સરદાર પટેલનું અવસાન 15 ડિસેમ્બર, 1950ના મુંબઈમાં થયું હતું. 1991માં સરદાર પટેલને મરણોપરાન્ત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

(4:58 pm IST)