Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કોરોના કાળમાં મહિલાઓને નોકરીઓ ઓછી મળી રહી છે

નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી ઓગષ્ટ મહિના સુધીમાં ૨૦ ટકાનો ઘટાડો

નવી દિલ્હી, તા.૩૧: કોરોના મહામારીની સૌથી ખરાબ અસર મહિલાઓને રોજગાર અને તેના કારોબાર માટે મળતા રોકાણ પર થયો છે. તેના કારણે નવ નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી ઓગષ્ટ મહીનામાં ઘટીને ૨૦ ટકાથી નીચે આવી ગઇ છે. મહામારી બાદથી મહિલાઓની નોકરીના બજારમાં ભાગીદારી સતત ઘટતી જોવા મળી છે. સરકાર દ્વારા જાહેર રોજગારના આંકડાથી આ જાણકારી મળી છે.

ઇપીએફઓથી એકત્ર કરેલા પેરોલડેટાના જણાવ્યા મુજબ ૬,૬૯,૯૧૪ લોકોને નવી નોકરી મળી તેમાંથી ફકત ૧,૩૩,૮૭૨ અથવા ફકત ૧૯.૯૮ ટકા તેમાંથી ફકત ૧,૩૩૮૭૨ અથવા ફકત ૧૯.૯૮ ટકા મહિલાકર્મી હતી. બીજી બાજુ નવી નિયુકિતઓમાં મહિલા કર્મીઓની સંખ્યા જુલાલઇમાં ૨૦૪૯ ટકા હતી અને જુનમાં ૨૧.૧૧ ટકા હતી.

સરકાર એક ટોચના અધિકારીએ કહ્યું કે કોરોના સંકટનું વ્યાપક અસર હજુ સેકટર અને રોજગાર પર થયું છે જો કે સૌથી ખરાબ અસર મહિલાઓના રોજગાર પરિદ્રશ્ય સુધારવામાં સફળ થયા હતા. તે એક વાર ફરીથી પાછળ રહી જશે.

(12:45 pm IST)