Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.નાં તમામ વ્યવસાયોમાં ગત ત્રિમાસીક ગાળાની સરખામણીએ મજબુત રીતે આગેકૂચ

ચીનને બાદ કરતા એક જ દેશનાં બજારમાં ૪૦૦ મિલીયન સબસ્કાઇબર્સ હાંસલ કરનાર વિશ્વના પ્રથમ ટેલિકોન ઓપરેટર કર્મચારીઓની સંખ્યામાં ૩૦ હજારનો વધારો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૩૧: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી રૂ. ૧૫૨,૦૫૬ કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે જેમાં ફેસબૂક, ગૂગલ, સિલ્વર લેક, વિસ્ટા ઇકિવટી પાર્ટનર્સ, જનરલ એટ્લાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી, એલ કેટ્ટેર્ટોન, પીઆઇએફ, ઇન્ટેલ કેપિટલ અને કવાલકોમ વેન્ચર્સનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી રૂ. ૩૭,૭૧૦ કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે જેમાં સિલ્વર લેક, કેકેઆર, જનરલ એટ્લાન્ટિક, મુબાદલા, જીઆઇસી, ટીપીજી અને એડીઆઇએનો સમાવેશ થાય છે.

RRVL દ્વારા રૂ. ૨૪,૭૧૩ કરોડના રોકાણ બદલ ફ્યૂચર ગ્રૂપનો રિટેલ અને હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિકસ તથા વેરહાઉસિંગ બિઝનેસ હસ્તગત કર્યો છે. આ હસ્તાંતરણ સેબી, સીસીઆઇ, એનસીએલટી, શેરધારકો, ધિરાણકર્તા અને અન્ય જરૂરી મંજૂરીઓને આધિન રહેશે.

RRVLદ્વારા રૂ.૬૨૦ કરોડના રોકાણ દ્વારા અગ્રણી ડિજિટલ ફાર્મા કંપની “Netmeds”નો બહુમતી હિસ્સો હાંસલ કર્યો છે.

કવાલકોમ ટેકનોલોજિસ ઇન્ક. અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો) તથા તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેડિસીસ કોર્પોરેશન દ્વારા વર્ચ્યુઅલાઇઝડ RAN સાથે 5G આધારિત ઓપન અને ઇન્ટરઓપરેબલ ઇન્ટરફેસ કમ્પ્લાયન્ટ આર્કિટેકચરના વિકાસ માટે વિસ્તરિત પ્રયાસો કર્યાની જાહેરાત કરી છે.

મહામારીથી અસર પામેલા સમયગાળા દરમિયાન કંપનીએ અર્થતંત્રમાં રોજગારીના સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપતાં કન્ઝયુમર બિઝનેસીઝ અને ગ્રાહક સુધી ડિલિવરી કરવા માટે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ૩૦,૦૦૦થી વધુ નવી રોજગારી ઊભી કરી છે.

ત્રિમાસિક ગાળા માટેની આવક રૂ. ૪૧,૧૦૦ કરોડ (૫.૬ બિલિયન અમેરિકન ડોલર) રહી, જે ૩૦.૦ % વધારે છે. ગાળા માટેની દ્યસારા, વ્યાજ અને કરવેરા પહેલાની આવક (EBITDA) રૂ. ૨,૦૦૬ કરોડ (૨૭૨ મિલિયન અમેરિકન ડોલર) રહી, જે ૮૫.૯ % વધારે છે. ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો રૂ. ૯૭૩ કરોડ (૧૩૨ મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે ૧૨૫.૮ % વધારે છે. ત્રિમાસિક ગાળા માટેનો રોકડ નફો રૂ. ૧,૪૦૮ કરોડ (૧૯૧ મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે ૭૭.૩ %  વધારે છે. હાલમાં ચાલુ ફિઝીકલ સ્ટોર્સની સંખ્યા ૧૧,૯૩૧, ત્રિમાસિક ગાળામાં ૧૨૫ સ્ટોર્સનો ચોખ્ખો વધારો થયો છે.

પરિણામો પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, 'પેટ્રોલિયમ અને રીટેલ વિભાગમાં રીકવરી અને ડિજીટલ સર્વિસીસ વ્યવસાયમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ સાથે અમે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ સમગ્રતયા મજબૂત કામકાજી અને નાણાંકીય પ્રદર્શન દર્શાવ્યું છે.

અમારા ઓઇલ-ટુ-કેમિકલ (ઓ૨સી) વ્યવસાયમાં સ્થાનિક માગમાં તીવ્ર સુધારો થયો છે અને મોટાભાગના ઉત્પાદનોની માગ કોવિડ પહેલાંની સ્થિતિએ પહોંચી છે. સમગ્ર દેશમાં લોકડાઉન હળવું થતાં મુખ્ય વપરાશની વસ્તુઓમાં મજબૂત વૃધ્ધિ સાથે રીટેલ વ્યવસાય પ્રવૃત્ત્િ।ઓ હવે સમાન્ય બની છે. છેલ્લાં છ મહિનામાં જિયો અને રીટેલ વ્યવસાયમાં દ્યણી મોટી મૂડી ઊભી કરવા સાથે ઘણાં વ્યૂહાત્મક અને નાણાંકીય રોકાણકારોને અમે રિલાયન્સ પરિવારમાં આવકાર્યા છે.

ભારતમાં રહેલી તકોને કેન્દ્રમાં રાખીને અમે અમારા દરેક વ્યવસાયોમાં વૃધ્ધિની તકો શોધતાં રહીશું.'

(12:43 pm IST)