Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં લોકોનો મૂડ બદલાયોઃ ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોએ પેકેજમાં ૨૦ ટકાનો ઘટાડો

અનલોકમાં મળેલી છૂટછાટ અને દિવાળીના તહેવારો આવતા પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેવી સ્થિતિ બની છે

નવી દિલ્હી,તા. ૩૧: કોરોનાની મહામારીને કારણે ટુર-ટ્રાવેલ્સના બિઝનેસને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે અનલોકમાં મળેલી છૂટછાટ અને દિવાળીના તહેવારો આવતા પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેવી સ્થિતિ બની છે. જોકે દિવાળીના તહેવારમાં આ વખતે લોકો ડોમેસ્ટિક પ્રવાસ વધુ પસંદ કરી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઠપ થઈ ગયેલા પ્રવાસન ઉદ્યોગને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકડાઉન અને ત્યાર પછીના થોડા સમય સુધી તો લોકોનું હરવાફરવાનું બંધ રહેતા ટુર સંચાલકોને મોટું નુકસાન થયું છે. હવે પ્રવાસન સ્થળો ખુલી રહ્યા છે ત્યારે ટુર સંચાલકો સહિત પ્રવાસન સાથે જોડાયેલા લોકોને રોજગારની આશા બંધાઈ છે. જોકે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે અનેક લોકો ફરવા જવાનું ટાળી રહ્યા છે. તો દ્યણા લોકોએ નજીકના સ્થળોએ જ ફરવાનું પસંદ કરી રહ્યાં છે.પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોતાં ટુર ટ્રાવેલ્સ સંચાલકોએ વિવિધ પ્રવાસન સ્થળોના પેકેજમાં ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. અને કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે પેકેજ તૈયાર કરાયા છે. પ્રવાસી દીઠ કયા પેકેજમાં કેટલો દ્યટાડો કરાયો છે જેના પર નજર કરીએ તો, કાશ્મીર માટે પહેલા ૨૪ હજાર હતા જે હાલ ૨૦ હજારનું પેકેજ છે. હિમાચલ પ્રદેશમાં પહેલા ૨૨ હજાર હતા જે હાલ ૧૮ હજાર કરાયા છે. ઉત્ત્।રાખંડ પેકેજના ૩૧ હજાર હતા જે હવે ૨૮ હજાર કરાયા છે. કેરલના ૩૨ હજારના ૨૮ હજાર.. ગોવાના ૨૫ હજારના ૨૧ હજાર તો કચ્છ રણોત્સવના ૮ હજાર હતા જેના ૬ હજાર કરાયા છે. આ વર્ષે ગુજરાતીઓ હિમાચલપ્રદેશ, જોધપુર, જેસલમેર, ઉત્ત્।રાખંડ, નૈનિતાલ જેવા સ્થળોએ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક ગુજરાતીઓ સાસણગીર, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગોવા, ઉદેપુર, આબુ, કુંભલગઢ જેવા નજીકના સ્થળોએ જવા પસંદગી ઉતારી રહ્યા છે. જોકે પાછલા દીવાળી પર્વની સરખામણીમા આ વખતે દીવાળી પર્વમાં ૫૦ ટકા જેટલું બુકિંગ ઘટી ગયું છે.
 

(11:31 am IST)