Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

GST ઇ-ઇનવોઇસમાં ત્રણ ગણો વધારો

હાલ રોજના ૨૪ લાખ ઇ-ઇનવોઇસ બની રહ્યાં છે

નવી દિલ્હી,તા.૩૧ : જીએસટી હેઠળ ઇ-ઇન્વોઇસ તૈયાર કરવાની યોજના પ્રાથમિક ખચકાટ પછી સરળતાથી શરૂ થઇ અને મહીનાની અંદર જ રોજના ત્રણ ગણાં ઇ-ઇન્વોઇસ તૈયાર થવા લાગ્યા છે. અત્યારે રોજના ૨૪ લાખ ઇ-ઇન્વોઇસ બની રહ્યાં છે, પહેલી ઓકટોબરે તેની સંખ્યા ફકત ૮ લાખ જ હતી. ઓકટબરથી વાર્ષિક ૫૦૦ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે બીઝનેશ કરતા એકમો માટે ઇ-ઇન્વોઇસીંગ ફરજીયાત કરી દેવાયું છે.

આ વ્યવસ્થાને મળેલી શાનદાર પ્રતિક્રિયાથી સરકાર બહુ ઉત્સાહિત છે અને ૫૦ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે બીઝનેશ કરતા એકમો માટે પણ ૧૫ નવેમ્બરથી તેનું પરીક્ષણ શરૂ કરી શકે છે. પછી તેમના માટે પણ આને ફરજીયાત કરાશે. એક અધિકારી અનુસાર, અમે ૫૦ કરોડ અથવા તેનાથી વધારે રૂપિયાનો વાર્ષિક બીઝનેશ કરતા એકમો માટે આ વ્યવસ્થા પ્રાયોગીક ધોરણે ૧૫ નવેમ્બરથી શરૂ કરશું. જેનાથી તેમને તૈયાર થવા માટે પુરતો સમય મળે.

એક સરકારી અધિકારી એ કહ્યુ, '' ઇ-ઇન્વોઇસીંગ પર શાનદાર પ્રતિક્રિયા મળી છે. મોટા ભાગના એકમો તેનું પાલન કરવા તૈયાર છે. ફકત બેંકીંગ અને પરિવહન અને અન્ય કેટલાક ક્ષેત્રોને આમાં સામેલ નથી કરાયા. આ વ્યવસ્થાના ક્રિયાન્વયન બાબતે અત્યાર સુધી કોઇ ફરિયાદ નથી મળી. તનું કારણ એ પણ છે કે મોટી કંપનીઓ પાસે પુરતી અને મજબુત ટેકનીકલ પ્રણાલી છે'' ઇ-ઇન્વોઇસીંગ અથવા વેચાણના બિલ ઓનલાઇન દ્વારા ભરવા માટે કંપનીઓએ સરકારી પોર્ટલમાં ઇન્વોઇસ લાઇન દ્વારા ભરવા માટે કંપનીઓ સરકારી પોર્ટલમાં  ઇન્વોઇસ રજીસ્ટ્રેશન નંબર (આઇઆરએન) લેવો પડે છે માલ પરિવહન વખતે અધિકારીઓને આ નંબર બતાવવો પડે છે. આગામી થોડા સમયમાં આ વ્યવસ્થા વર્તમાન ઇ-વે-બીલ પ્રણાલીની જગ્યા લઇ લેશે અને સરકારને લાગે છે કે પછીથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગએ જીએસટી રિર્ટન ભરવાની જરૂર નહીં પડે.

(11:26 am IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને મારા પ્રત્યે પૂર્વગ્રહ હતો : મારી બદલી તેમણે વિદ્યુત ડિપાર્ટમેન્ટમાં કરી નાખી : પૂર્વ ફાયનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાથે મારે સારા સબંધ હતા : નિર્મલા સીતારમણના અમુક નિર્ણયો જેવા કે આરબીઆઇ સાથેનો વહેવાર ,નોન બેન્કિંગ કંપનીઓ માટે પેકેજ ,ક્રેડિટ ગેરંટી યોજના સહિતની બાબતે અમારે મતભેદ હતો : તેથી મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લઇ લીધી : સીનીઅર આઈ એ એસ નિવૃત ઓફિસર સુભાષચંદ્ર ગર્ગે નિવૃત થયાના એક વર્ષ પછી મોઢું ખોલ્યું access_time 6:46 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST