Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

માતા વૈષ્ણોદેવીના મંદિરે કાલથી દરરોજ 15,000 યાત્રાળુઓ દર્શન કરવાની મંજૂરી

નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભક્તોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પ્રશાસને કહ્યું કે, 1 નવેમ્બરથી દરરોજ 15 હજાર ભક્તોને માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. આ પહેલાં કોવિડ -19 પ્રતિબંધોને લીધે ફક્ત 7 હજાર ભક્તોને જવાની મંજૂરી હતી. હવે 1 નવેમ્બર 2020 થી 7,000ની બદલે 15,000 ભક્તોને મંદિરે જવાની મંજૂરી આપવામાં આવશે.

   કોવિડ-19 મહામારીને લીધે 5 મહિના મંદિર બંધ રહેતા 16 ઓગષ્ટે ખોલવામાં આવ્યું હતું. શરૂઆતમાં પ્રશાસને 2,000 લોકોને અનુમતિ આપી હતી. જેમાં બહારના 100 યાત્રીઓને મંજૂરી હતી. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાત્રાની નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભક્તોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે. જમ્મુમાં ઇમારતો, બોર્ડના લોજ SOPના પાલન સાથે ખુલ્લા છે

(11:10 am IST)