Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કોરોના કહેરને કારણે પ્રથમ વખત શરદ પૂનમની ઉજવણીમાં ઓટ

શરદપૂનમે માઇ મંદિરમાં રમાતા ગરબાઓ પર પ્રતિબંધ લાગ્યોઃ ઉદ્યાનો અને નદી કિનારે શિતળ ચાંદનીમાં દૂધ-પૌઆ-મિષ્ટાંનોની જયાફત નહિં ઉડે

નવી દિલ્હી, તા.૩૧: કોરોના કહેર વચ્ચે પ્રથમ વખત આસો સુદ પૂનમ(શરદ પૂનમ)ની બાગ-બગીચા-ઉધાનો, નદી કિનારે કે જાહેર સ્થળે સમુહમાં દૂધ-પૌઆ-મિષ્ટાંનોની જયાફત નહિં થાય. એટલુંજનહિં, દર વર્ષે શરદ ર્પિૂણમાના પર્વે જાહેર માર્ગ પર યોજાતા ગરબા પણ રદ કરાયા છે.

જયોતિષાચાર્ય એ.કે.મિશ્રાના ઉલ્લેખ્યા મુજબ શનિવારે બપોર સુધી પૂનમ જારી રહેશે. શરદઋતુની ફુલ ગુલાબી ઠંડીની લહેરખી મધરાતથી વહેલી પરોઢ સુધી શરુ થઇ છે. લોકવાયકા એવી છે કે શરદ પૂનમે સોળે કલાએ ખિલેલા ચંદ્રમાંથી શિતળતાનું અમૃત વરસે છે જે ઔષધિનું કામ પણ કરે છે તદુપરાંત મન અને ચિત્તને પણ પ્રસન્ન કરે છે. શરદ પૂનમે લક્ષ્મીજીને ખીરનું નૈવેધ ધરાવવાથી પ્રસન્ન થઇ કૃપા વરસાવે છે. જેથી જ વર્ષની ૧૨ પૂનમો પૈકી શરદ પૂનમનું માહત્મ્ય વિશેષ છે. શરદ પૂનમનો સંબંધ ચન્દ્ર સાથે કલાધર તરીકેનો હોઇ ૧૬ પ્રકારની કળા વરસે છે. શાસ્ત્રોમાં ૧૬નું મહત્વ વધુ હોઇ સોળ કળા, સોળ શણગાર, સોળ સંસ્કાર(ષોડશોપચાર)ની પ્રણાલિ જારી છે. દર વર્ષે શરદ પૂનમે ચન્દ્રની શિતળ ચાંદનીમાં બાગ-બગીચા, ઉધાનો, નદી કિનારા, પર્યટક સ્થળો, જાહેર સ્થળોએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાતી હતી. પરંતુ આ વર્ષે કોરોના કહેરને કારણે ઉજવણી સિમિત બનશે. શરદ પૂનમે ચન્દ્રના કિરણો છિપમાં પડે તો મોતી બને એવી વાયકા છે. માનસિક-શારિરીક રોગ નાશ કરવા માટે શરદ પૂનમે લક્ષ્મીજીનું અનુષ્ઠાન કરવાનું માહત્મ્ય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ્યા મુજબ શરદ પૂનમની રાતે ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે અલૌકિક મહારાસ યોજયો હતો. જે નિહાળવા માટે યમુના તટે શિવજી પણ પધાર્યા હતા.

શહેરમાં આ વર્ષે શરદ પૂનમે ગરબા નહીં યોજાય

શરદ પૂર્ણિમાની શિતળ ચાંદનીમાં સલાટવાડા, રાવપુરા, વાડી, રાજમહેલ રોડ, હુઝરાતપાગા(હિંગળાજ માતાજીના મંદિર પાસે), નાગરવાડા-પટેલ ફળિયા, સુભાનપુરા સહિત વિવિધ વિસ્તારોમાં યુવક મંડળો, ર્ધિામક-સામાજિક સંસ્થાઓ તેમજ મંડળોે દ્વારા યોજાતા ગરબા આ વર્ષે કોરોના કહેરને કારણે બંધ રખાયા છે.

શરદ પૂનમ અનેક નામે ઓળખાય છે

કૌમુદી પૂનમ, કુમાર પૂનમ, રાસ પૂનમ, કોજાગરી પૂનમ, કમલા પૂનમ, માણેકઠારી પૂનમ, માનદા, પૂષા, પુષ્ટિ, તૃષ્ટિ, રતિ, રાશિની, ધૃતિ, ચન્દ્રીકા, કાંતિ, જયોત્સના, શ્રી, પ્રિતિ, અંગદા, પૂર્ણા તેમજ પૂર્ણામૃતનો સમાવેશ થાય છે.

(10:39 am IST)
  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • માતા વૈષ્ણોદેવીના મંદિરે કાલથી દરરોજ ૧૫,૦૦૦ યાત્રાળુઓ દર્શન કરવાની મંજૂરી : નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભકતોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે access_time 2:28 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST