Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના મુખ્ય સલાહકારોમાં ભારતીય મૂળના બે નિષ્ણાતોનો સમાવેશ : પૂર્વ સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિ આરોગ્ય ક્ષેત્રે તથા હાર્વર્ડના અર્થશાસ્ત્રી શ્રી રાજ ચેટ્ટી અર્થતંત્ર વિષે સલાહકાર તરીકે કાર્યરત

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના મુખ્ય સલાહકારોમાં ભારતીય મૂળના બે નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે.જેમાં પૂર્વ સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિ કોરોના સહીત આરોગ્ય ક્ષેત્રે સલાહ સૂચન આપવાનું તથા  હાર્વર્ડના અર્થશાસ્ત્રી શ્રી રાજ ચેટ્ટી અર્થતંત્ર વિષે સલાહકાર તરીકે ફરજ બજાવે છે.

સ્થાનિક વર્તમાનપત્રના  અહેવાલો મુજબ ભારતીય મૂળના આ બંને નિષ્ણાતો જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર  ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસન પ્રચાર દરમિયાન પ્રવાસમાં સાથે હોય છે.

(7:05 pm IST)
  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST