Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોંઘવારી પર સંસદમાં ચર્ચા કરતા પીએમ મોદી ડરે છેઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી

દેશમાં મોંઘવારીને લઈને કોંગ્રેસનાં નેતાના સવાલ : તમે તો કેવી કેરી ખાવ છો તેવા સવાલોના જવાબ આપવા ટેવાયેલા છો અને મોંઘવારી પર ચર્ચા કરતા ડરો છો

નવી દિલ્હી, તા.૩૧ : દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીની સામે સવાલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ખાદ્ય પદાર્થોના ભાવમાં એક વર્ષમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ છે કે, તેલના ભાવ ૫૨ ટકા વધ્યા છે.

રીતે એક અન્ય ટ્વિટરમાં પ્રિયંકાએ દાળ મોંઘી થઈ હોવાનો ઉલ્લેખ કરીને પીએમ મોદીને ટોણો માર્યો હતો કે, તમે તો કેવી કેરી ખાવ છો તેવા સવાલોના જવાબ આપવા ટેવાયેલા છો અને એટલા માટે વધતી જતી મોંઘવારીના સવાલો પર સંસદમાં ચર્ચા કરતા ડરો છો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પણ ગઈકાલે કહ્યુ હતુ કે, વધતી જતી મોંઘવારી પાછળનુ કારણ કેન્દ્ર સરકાર દ્વારા આડેધડ રીતે વસુલવામાં આવતો ટેક્સ છે.

બીજી તરફ કોંગ્રેસે પણ આજે કહ્યુ હતુ કે, બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકારનો નારો પણ નકરુ ગપ્પુ સાબિત થયો છે.મોદી સરકારના રાજમાં મોંઘવારીમાં ભારે વધારો થઈ રહ્યો છે.મોંઘવારી લોકોની કમર તોડી રહી છે.

(7:19 pm IST)