Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ડ્રોન હુમલા બાદ NIAની મોટી કાર્યવાહી

જમ્મુ - કાશ્મીરમાં ૧૪ સ્થળોએ NIAના દરોડા

શ્રીનગર તા. ૩૧ : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ જમ્મુ- કાશ્મીરમાં ૧૪ સ્થાનો પર દરોડા પાડ્યા છે NIAએના આદરોડાજમ્મુમાં વાયુ સેના સ્ટેશન પર થયેલા બે વિસ્ફોટના સંદર્ભમાં છે. ઉલ્લેખનીય છે કે તે દિવસે વિભિન્ને સ્થળો પર આઈઈડી મળ્યા હતા. NIAએ કાશ્મીરના શોપિયા, અનંતનાગ, બનિહાલ અને જમ્મુના સુંજવાં સહિત ૧૪ સ્થળો પરદરોડાપાડી છે.

૨૭ જૂનેજમ્મુ કાશ્મીરપોલીસે જમ્મુના નરવાલ વિસ્તારમાં એક આઈઈડીની સાથે ૨ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે શોપિયા અને બનિવાલ નિવાસી નદીમ અયૂબ રાઠર અને તાલિબ ઉર રહેમાનની ધરપકડ કરી છે. તેમની ધરપકડ જમ્મુમાં વાયુ સેના સ્ટેશનના ઉચ્ચ સુરક્ષા ટેકનોલોજીના ક્ષેત્રમાં બે વિસ્ફોટો બાદ થઈ હતી. જેને ડ્રોન દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન નદીમે વધુ બે આતંકવાદીઓના નામનો ખુલાસો કર્યો હતો. જેમને બાદમાં પોલીસે ઝડપી પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર આરોપી જમ્મુમાં પૂજા સ્થળો પર નિશાનો બનાવવા માંગતા હતા. નોંધનીય છે કે ગૃહમંત્રાલયે થોડાક દિવસો પહેલા આ તપાસ NIAને સોંપી હતી.

(1:01 pm IST)