Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ઝાલાવાડ અને બારાના કેટલાક વિસ્તારો માટે રેડ અલર્ટ

જયપુર, અજમેર, ટોંક, સવાઈ માધોપુર, ભિલવાડા, બુંદી, કોટા અને બારાના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ અલર્ટ જાહેર

નવી દિલ્હી :  હવામાન ખાતાએ ઝાલાવાડ અને બારાના કેટલાક વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કરી છે. જ્યારે જયપુર, અજમેર, ટોંક, સવાઈ માધોપુર, ભિલવાડા, બુંદી, કોટા અને બારાના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે.

એ જ રીતે મધ્ય પ્રદેશમાં પણ કેટલીક જગ્યાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. મધ્ય પ્રદેશના 24 જિલ્લામાં અનેક જગ્યાઓ પર ભારે વરસાદ સાથે વીજળી પણ પડી શકે છે.

(12:33 pm IST)