Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

આસામ મિઝોરમ બોર્ડર વિવાદ

મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સામે FIR નોંધાવી

નવી દિલ્હી તા. ૩૧ : મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરની હદમાં થયેલી હિંસાના સંબંધમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજયના ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય બે અધિકારીઓ સામે ફોજદારી કેસ નોંધ્યા છે.

મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરની હદમાં થયેલી હિંસાના સંબંધમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજયના ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય બે અધિકારીઓ સામે ફોજદારી કેસ નોંધ્યા છે.  મિઝોરમ પોલીસ મહાનિરીક્ષક (હેડકવાર્ટર) જહોન એનએ કહ્યું કે આ લોકો વિરુદ્ઘ હત્યાનો પ્રયાસ અને ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રાજય પોલીસ દ્વારા સોમવારે મોડી રાત્રે સીમંત નગર પાસે મિઝોરમ અને આસામ પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણ બાદ વૈરેંગતે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

આસામ પોલીસના એક સૂત્રએ શુક્રવારે જણાવ્યું હતું કે આ અધિકારીઓને ૨૮ જુલાઈએ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આના બે દિવસ પહેલા, આસામ અને મિઝોરમ પોલીસ દળો વચ્ચે કાચર જિલ્લાના લૈલાપુર ખાતે લોહિયાળ અથડામણ થઈ હતી, જેમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક રહેવાસી માર્યા ગયા હતા જયારે અન્ય ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે ધોલાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

(11:47 am IST)