Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ડેલ્ટા વેરિએન્ટ જીવલેણ સાબિત થાય એ પહેલા કરવો પડશે કંટ્રોલ

WHOની વિશ્વના દેશોનેચેતવણી : ખતરનાક ડેલ્ટા મચાવશે હાહાકાર

નવી દિલ્હી તા. ૩૧ : WHOએ કહ્યું કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વિશ્વ માટે એક ચેતવણી છે. એ પહેલા વધુ સ્થિતિ બગડે તેને માટે આપવી જરૂરી છે. WHOએ કહ્યું કે અગાઉ જ ભારતમાં જાણવા મળ્યું છે કે તેજીથી ફેલાતો આ વેરિએન્ટ હવે ૧૩૨ દેશો અને ક્ષેત્રોમાં સામે આવ્યો છે.

WHOના આપાતનિર્દેશક માઈકલ રયાને એક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું, ડેલ્ટા એક ચેતવણી છે. એ એક ચેતવણી છે કે વાયરસ વિકસિત થઇ રહ્યો છે. પરંતુ તે એક કોલ ટુએકશનછે. જેનેવધુ ખતરનાક વેરિએન્ટસાબિત થાય એ પહેલા સમજદારી દાખવવી પડશે.

WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબીયસે કહ્યું, અત્યારસુધી ચિંતા આપતા કોરોનાના ચાર વેરિએન્ટ સામે આવ્યા છે. અને જયાં સુધી વાયરસ ફેલાતો રહેશે ત્યાં સુધી અનેક વેરિએન્ટ આવતા રહેશે. ટેડ્રોસેકહ્યું કે WHOના છ ક્ષેત્રોમાંથી પાંચમાં છેલ્લા ચાર સપ્તાહમાં એવરેજ સંક્રમણ ૮૦ ટકા વધ્યું છે.

કોરોના વાયરસનોડેલ્ટા વેરિઅન્ટ દરેકની તુલનામાં સૌથી વધારે ગંભીર સંક્રમણ જન્માવે છે. CDCના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સૌથી ખતરનાક વેરિઅન્ટ છે અને તે ચિકનપોકસની જેમ ઝડપથી ફેલાય છે.

ડેલ્ટા વેરિઅન્ટએવા વાયરસની તુલનામાં વધારે ઝડપથી ફેલાય છે જે મર્સ, સાર્સ, ઈબોલા, સામાન્ય દર્દી, સીઝનલ ફલૂ અને ચિકનપોકસનું કારણ બને છે. આ ચિકનપોકસની જેમ સંક્રામક છે. મળતી માહિતી અનુસાર બી. ૧.૬૧૭.૨ એટલે કેડેલ્ટા વેરિઅન્ટગંભીર સંક્રમણ જન્માવી શકે છે. જેને લઈને CDCની ચિંતા વધી છે.

(11:47 am IST)