Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ટાઇમ્સ નેટવર્કનો નવો ધમાકો

૧ ઓગષ્ટે લોંચ થશે હિંદી સમાચાર ચેનલ 'ટાઇમ્સ નાઉ નવભારત'

તેજ તર્રાર એંકર નવિકાકુમાર આ ચેનલનું નેતૃત્વ કરશે

મુંબઇ, તા.૩૧: અંગ્રેજી સમાચારની દુનિયામાં પોતાનો ધ્વજ ફરાવ્યા પછી ટાઇમ્સ નેટવર્ક હવે હિંદીમાં ધમાકેદાર પ્રારંભ કરશે. ટાઇમ્સ નેટવર્કની હિંદી ન્યુઝ ચેનલ 'ટાઇમ્સ નાઉ નવભારત' ૧ ઓગષ્ટે લોંચ થશે. એચ ડી લાઇવમાં પ્રસારિત થનાર આ ચેનલનું નેતૃત્વ દેશની જાણીતી અને તેજ તર્રાર પત્રકાર નવિકા કુમાર કરવાની છે. 'અબ બદલેગા ભારત, બનેગા નવભારત'ના વિચાર સાથે કામ કરીને 'ટાઇમ્સ નાઉ ભવભારત' બદલતા અને વિકસતા ભારતનો અવાજ બનશે. આ ચેનલ કોઇ પણ પ્રકારના લાગભાગ, દુરાગ્રહ વગર બધા વિચારોને એક મંચ પર ઉપલબ્ધ કરાવશે. ચેનલ ફકત સમાચારો આપવાનું કામ જ નહીં કરે પણ સમાચારના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

'ટાઇમ્સ નાઉ નવભારત' પ્રખ્યાત એન્કરો અને તેજ તર્રાર રિપોર્ટરોની ટીમ સાથે શરૂઆત કરવા જઇ રહી છે. આ ચેનલ ૭ પ્રાઇમ શોઝ લઇને આવી રહી છે જેને સુશાંત સિંહા, પજ્ઞજા જોષી, અંકિત ત્યાગી  અને મીનાક્ષી કંડવાલ સહિતના દમદાર એંકર્સ હોસ્ટ કરશે. ચેનલના પ્રાઇમ ટાઇમ શોઝમાં સાંજે પ વાગ્યે રાષ્ટ્રવાદ, ૬ વાગ્યે લોગતંત્ર, સાંજે ૭ વાગ્યે ધાકડ એકસકલુઝીવ, ૮ વાગ્યે સવાલ પબ્લિક કા, ૯ વાગ્યે ન્યુઝ કી પાઠશાલા અને રાત્રે ૧૦ વાગ્યે ઓપીનીયન ઇન્ડિયાકા જોઇ શકાશે.

(10:11 am IST)