Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ટોક્યો ઓલિમ્પિક્સ : કમલપ્રીત કૌર ડિસ્કસ થ્રોની ફાઈનલમાં, સીમા પૂનિયા નિષ્ફળ

ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલની આશા : અંતિમ પ્રયાસમાં ૬૪.૦૦ મીટરની દૂરી પર થ્રો કર્યુ, કૌરે બીજા પ્રયાસમાં ૬૩.૯૭ મીટરની દૂરી પર ડિસ્ક્સ ફેંકી

 

ટોક્યો, તા.૩૧ : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક મેડલ પોતાના નામે કર્યું છે. સિવાય ૨૪ વર્ષીય ભારતીય મુક્કાબાજ લવલીના બોરગોહેને મહિલા બોક્સિંગના સેમીફાઈનલમાં પહોંચીને બ્રોન્ઝ મેડલ તો સુનિશ્ચિત કર્યું છે. શનિવારના રોજ ડિસ્ક્સ થ્રોમાં એથ્લીટ કમલપ્રીત કૌરે ધમાકેદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જો કે સીમા પૂનિયા ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી છે. ભારતની મહિલા ડિસ્ક્સ થ્રો એથ્લીટ કમલપ્રીત ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે અંતિમ પ્રયાસમાં ૬૪.૦૦ મીટરની દૂરી પર થ્રો કર્યુ હતું. જો અનુભવી સીમા પૂનિયાની વાત કરીએ તો તેણે નિષ્ફળતા પ્રાપ્ત કરી છે. કમલપ્રીત કૌરે બીજા પ્રયાસમાં ૬૩.૯૭ મીટરની દૂરી પર ડિસ્ક્સ ફેંકી હતી. ભારતને બોક્સિંગમાં અમિત પંઘાલ પાસેથી મેડલની આશા હતી પરંતુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં તે કોલંબિયાના યુબેરઝેન માર્તિનેઝ સામે હારી ગયો હતો. ઉલ્લેખનીય છે કે યુબેરઝેન રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે અમિત પંઘાલે પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. પહેલા રાઉન્ડથી કોલમ્બિયાના મુક્કાબાજે અમિત પર દબાણ બનાવ્યુ હતું પરંતુ અમિતે કમબેક કરીને પ્રથમ ત્રણ મિનિટમાં -૧થી જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં અમિત પર જબરદસ્ત પ્રહાર કર્યા જેનો જવાબ અમિત નહોતો આપી શક્યો. ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સ ૨૦૧૮માં અમિત ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે. સિવાય વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૯માં સિલ્વર મેડલ જીતી ચુક્યો છે અને એશિયન ગેમ્સમાં ત્રણ વાર જીત મેળવી ચુક્યો છે. ભારતીય તીરંદાજ અતાનુ દાસના સફરનો પણ શનિવારના રોજ અંત આવ્યો. અતાનુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના તીરંદાજ તાકાહારુ ફુરુકાવા સામે -૪થી હારી ગયો. જાપાનના તાકાહારુને હવે મેડલનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

(7:18 pm IST)