Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

૨૪ કલાકમાં નવા ૪૧,૬૪૯ કેસઃ ૫૯૩ લોકોએ જીવ ગુમાવ્યો

૨૪ કલાકમાં ૩૭,૨૯૧ લોકો સાજા થાય છેઃ હાલ દેશમાં કોરોના વાયરસના કુલ ૪,૦૮,૯૨૦ એકિટવ કેસ છે

નવી દિલ્હી, તા.૩૧: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના કેસના નવા આંકડા જાહેર કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૬૪૯ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૩૭,૨૯૧ લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ ૪,૦૮,૯૨૦ એકિટવ કેસ છે. દેશમાં ૨૪ કલાકમાં ૫૯૩ લોકોએ કોરોનાને પગલે જીવ ગુમાવ્યો છે.

નવા કેસની સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા  ૩,૧૬,૧૩,૯૯૩ થઈ છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની સંખ્યા ૩,૦૭,૧૮,૨૬૩ થઈ છે. દેશમાં અત્યારસુધી કોરોનાથી કુલ ૪,૨૩,૮૧૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં મોતની ટકાવારી ૧.૩ ટકા છે. જયારે સાજા થવાનો દર ૯૭.૪ ટકા છે. રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યારસુધી કુલ ૪૬,૧૫,૧૮,૪૭૯ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં ૫૨,૯૯,૦૩૬ લોકોને વેકસીન આપવામાં આવી હતી.

કેરળમાં ૨૦.૭૭ હજાર, મહારાષ્ટ્રમાં ૬.૬ હજાર, આંધ્ર પ્રદેશમાં ૨.૦૭ હજાર નવા કેસ,  મહારાષ્ટ્રમાં ૨૩૧ લોકોનાં મોત, કેરળમાં ૧૧૬ અને ઓડિશામાં ૬૬ લોકોનાં મોત. ૧૨ રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એકિટવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

(11:46 am IST)