Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કોવિદ -19 સંજોગોમાં સ્કૂલ ફી : મદ્રાસ હાઇકોર્ટે 2021-22 ની સાલ માટે પ્રાઇવેટ સ્કૂલોને 85 ટકા ફી લેવા મંજૂરી આપી : ફી ન ભરી શકનાર છાત્રોનો અભ્યાસ ના અટકે તે જોવા એજ્યુકેશન ઓથોરિટીને સૂચના આપી

મદ્રાસ : મદ્રાસ હાઇકોર્ટે કોવિદ -19 સંજોગોમાં  2021-22 ની સાલ માટે પ્રાઇવેટ સ્કૂલોને 85 ટકાવાર્ષિક ફી લેવા મંજૂરી આપી છે.સાથોસાથ સ્કૂલ  ફી ન ભરી શકનાર છાત્રોનો અભ્યાસ કોઈપણ સંજોગોમાં ન અટકે તે જોવા  એજ્યુકેશન ઓથોરિટીને સૂચના આપી છે.

આ ફી જે પરિવારોની આવક કોવિદ -19 સંજોગોમાંઘટી નથી તેઓ છ હપતામાં ભરી શકશે. અમુક વાલીઓ દ્વારા કોવિદ -19 સંજોગોમાં અમુક સ્કૂલો ઓનલાઇન કે બીજી કોઈ રીતે અભ્યાસ કરાવ્યા વિના 100 ટકા ફી લઇ રહી હોવાની રાવ કરાયા બાદ ધ ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ પ્રાઇવેટ સ્કૂલ્સ ઓફ તામિલનાડુ દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં કરાયેલી પિટિશન અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)