Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની ભલામણ કરી જયારે ચીફ જસ્ટિસની આગેવાનીવાળી કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમના જજ તરીકે ભલામણ કરી

- અરવિંદ કુમારને બઢતી મળવાની તક વધારે વર્તાઇ રહી છેઃ વર્તમાનમાં સુપ્રિમ કોર્ટમાં 34 જજો નિયુક્તિ થઈ શકે તેમ છે પરંતુ વર્તમાનમાં સર્વોચ્ચ અદાલત 27 જજો કાર્ય કરી રહ્યાં છે એટલે કે, સાત અન્ય જજોની જરૂર છે

નવી દિલ્‍હીઃ ચીફ જસ્ટિસની આગેવાનીવાળી કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમના જજ તરીકે ભલામણ કરી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બની શકે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ માટે કોલેજીયમે ભલામણ કરી છે. અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની પણ ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બે જજોની સુપ્રિમ કોર્ટમાં નિયુક્તિ માટે ભલામણ કેન્દ્ર સરકારને મોકલી છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે. જે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજિયમના તમામ 6 સભ્યોએ સર્વસંમતિથી સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ રાજેશ બિંદલના નામની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ જસ્ટિસ કે એમ જોસેફને જસ્ટિસ અરવિંદ કુમારના નામની ભલામણ કરવા અંગે વાંધો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જસ્ટિસ જોસેફે આ બાબતે જણાવ્યું કે, તેમના નામનો વિચાર પછી કરવામાં આવશે.

વર્તમાનમાં સુપ્રિમ કોર્ટમાં 34 જજો નિયુક્તિ થઈ શકે તેમ છે. પરંતુ વર્તમાનમાં સર્વોચ્ચ અદાલત 27 જજો કાર્ય કરી રહ્યાં છે એટલે કે, સાત અન્ય જજોની જરૂર છે. આ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની કોલેજિયમે 13 ડિસેમ્બરે અન્ય હાઈકોર્ટના પાંચ જજોની ભલામણ કરી હતી.  જેમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ અને પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલના નામ હતા.

જસ્ટિસ અરવિંદ કુમારની વાત કરવામાં આવે તો જસ્ટિસ અરવિંદ કુમારનો 14 જુલાઇ 1962માં જન્મ થયો હતો, તેઓ કર્ણાટક હાઇકોર્ટમાં જજ તરીકે સેવા આપી ચુકેલા છે. 1987માં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી હતી, શરૂઆતમાં સિવિલ, મેજિસ્ટ્રેટ, અપીલ ટ્રિબ્યુનલમાં 4 વર્ષ ફરજ બજાવી ચુક્યા છે, સાથે  જસ્ટિસ અરવિંદ કુમારે હાઇકોર્ટમાં વકીલાત કરી છે, ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર 1999માં કર્ણાટક HCમાં કેંદ્રના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂંક થયા હતા, જે બાદ 2005માં ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે નિમણૂંક પામ્યા હતા, વર્ષ  2009માં કર્ણાટક હાઇકોર્ટમાં ન્યાયાધીશ રહ્યાં તેમજ 26 જૂન 2009માં કર્ણાટક HCમાં વધારાના જજ તરીકે નિમણૂંક થયા હતા, સાથે 7 ડિસેમ્બર 2012ના કર્ણાટક HCના સ્થાયી જજ બન્યા બન્યા હતા,  જસ્ટિસ અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે 13 ઓક્ટોમ્બર 2021ના સેવા આપી રહ્યાં છે.

(10:13 pm IST)