Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઈઝરાયેલના વડાપ્રધાને 'પોર્ટ ઓફ હાઈફા' ને અદાણી પોર્ટને હેન્ડઓવર કરીઃ ગૌતમ અદાણીએ ઈઝરાયેલના વડાપ્રધાન સાથે મુલાકાતનો ફોટો ટ્વિટર પર પોસ્ટ શેર કર્યો

- હવે ગૌતમ અદાણી ગૃપનો ઈઝરાયેલમાં પણ દબદબોઃ અદાણી પોર્ટ એન્ડ સ્પેશલ ઈકોનોમિક ઝોન ભારતમાં પોર્ટ સેક્ટરની સૌથી મોટી કંપની છે

નવી દિલ્‍હીઃ  હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી ગ્રુપની કંપનીઓને શેરમાં નુકશાનના સમાચાર વચ્ચે ગૌતમ અદાણીએ ઈઝરાઈલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે મુલાકાત કરી છે. મુલાકાત દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાને ‘પોર્ટ ઓફ હાઈફા’ ને અદાણી પોર્ટને હેન્ડઓવર કરી છે. અદાણી પોર્ટ એન્ડ સ્પેશલ ઈકોનોમિક ઝોન ભારતમાં પોર્ટ સેક્ટરની સૌથી મોટી કંપની છે.

અદાણી પોર્ટે ભારતમાં મુંદ્રા પોર્ટને વિકસિત કર્યું હતું. કંપનીના માલિક ગૌતમ અદાણીએ ઈઝરાયેલના વડાપ્રધાન સાથે મુલાકાતનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી છે. અદાણી પોર્ટ હવે ઈઝરાયેલાના ‘પોર્ટ ઓફ હાઈફા’ ને વિકસિત કરવાનું કામ કરશે. જે અદાણી ગ્રુપ માટે એક મોટી સફળતા હશે.

ગૌતમ અદાણીએ લખ્યું છે કે, અદાણી પોર્ટને હાઈફા પોર્ટ હેન્ડઓવરના ભવ્ય દિવસે પીએમ નેતન્યાહૂને મળવાનું સૌભાગ્ય મળ્યું હતું. ‘અબ્રાહમ એકોર્ડ’ ભૂમધ્ય પ્રદેશમાં લોજિસ્ટિક્સની સુવિધા માટે ગેમ ચેન્જર સાબિત થશે. અદાણી ગેડોટ હાઈફા પોર્ટની કાયાપલટ કરવા તૈયાર છે, અને તેની કાયાપલટ એવી રીતે કરવામાં આવશે કે દરેક તેના વખાણ કરે.

નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોને ભારત, તેની સંસ્થાઓ અને વિકાસ પર વ્યવસ્થિત હુમલો ગણાવતા સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણીના ગ્રુપે હાલમાં કહ્યું કે, આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી. 413 પાનાના જવાબમાં અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, આ અહેવાલ યુએસ ફર્મને તેનો લાભ મળી શકે તે હેતુથી ખોટા બજારના નિર્માણ માટે ચલાવવામાં આવ્યો છે.

ગ્રુપે જણાવ્યું હતું કે તે માત્ર એક ચોક્કસ કંપની પર બિનજરૂરી હુમલો નથી પરંતુ ભારત એ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા પર અને ભારતના વિકાસ અને મહત્વાકાંક્ષા પર વ્યવસ્થિત હુમલો છે. અદાણી ગ્રુપ તરફથી સતત પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને બોગસ ગણાવતા કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ તથ્ય આધારિત નથી. અદાણી એક્ઝિક્યુટિવ્સના કોન્ફરન્સ કોલમાં ભાગ લેનારા બોન્ડધારકો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અદાણી ગ્રુપે 413 પેજમાં જવાબ આપ્યો જે આ મુજબ છે. તમને આ બધા જવાબો આ PDF ફાઈલમાં મળશે. વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો

તમને જણાવી દઈએ કે અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ 25 જાન્યુઆરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની તમામ મોટી લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે.આ સાથે હિંડનબર્ગે એમ પણ કહ્યું હતું કે તમામ કંપનીઓના શેર જૂથ 85% થી વધુ મૂલ્ય ધરાવે છે.

(10:12 pm IST)