Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કર્ણાટક ધારાસભાની તમામ 224 બેઠકો પર ચૂંટણી લડવાની AAPની ઘોષણાં::ભાજપ-કોંગ્રેસને 'કોપીકેટ્સ' ગણાવ્યા

ન્યુદિલ્હી :આમ આદમી પાર્ટીએ પણ આ વર્ષે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ ઉત્સાહ સાથે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીએ જાહેરાત કરી છે કે તે રાજ્યની તમામ 224 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખશે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મંગળવારે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે AAP આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે એજન્ડા નક્કી કરી રહી છે. આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. AAP નેતાએ કહ્યું કે જ્યારે બીજેપી દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકની જેમ 'નમ્મા ક્લિનિક'નું વચન આપી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપી રહી છે. તેમણે બંને પક્ષોને અનુકરણ કરનાર ગણાવ્યા છે.
 

બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા, AAP નેતા આશિકીએ જાહેરાત કરી કે તેમની પાર્ટી  રાજ્યભરની તમામ 224 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી લડશે જે માટે ઉમેદવારોની યાદી માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે લોકોને દિલ્હીના શાસનના મોડલનું કોપીકેટ વર્ઝન નથી જોઈતું, તેઓને અસલી જોઈએ છે. આવી સ્થિતિમાં પાર્ટીએ કર્ણાટકમાં પૂરા જોશ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભાજપે તેના કાર્યકાળના અંતે કર્ણાટકમાં 'વિવેકા' યોજના હેઠળ 24,000 વર્ગોનું વચન આપ્યું છે. તો મારો પ્રશ્ન એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેનું બાંધકામ કેમ ન થયું. ભાજપ પર આરોપ લગાવતા તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં ભગવા પાર્ટી સત્તામાં હોવા છતાં તેણે કંઈ કર્યું નથી અને હવે વચનો આપી રહી છે.તેવું પી.કે.દ્વારાજાણવા મળે છે.

(6:31 pm IST)