Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઉભા-ઉભા પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડતા સમસ્‍યા સર્જાઇ શકે

પાણીને ઝડપથી પીવાથી ફુડ પાઇપ વિન્‍ડ પાઇપમાં ઓક્‍સિજન પુરવઠો બંધ થઇ જાય

નવી દિલ્હીઃ આપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે, તેથી જ આપણને દરરોજ લગભગ 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આમ ન કરો તો ડિહાઈડ્રેશન, ઉલ્ટી, ચક્કર અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. પાણી પીવાની સૌથી સારી રીત એ છે કે તેને બેસીને પીવો, પરંતુ આજકાલ લોકો પોતાની વ્યસ્ત લાઈફમાં આનું ધ્યાન રાખતા નથી. તમે ઘણીવાર જોયું હશે કે લોકો બોટલમાંથી ઉભા રહીને પાણી પીવે છે, આ રીત ખૂબ જ નુકસાનકારક છે, જો તમે તેના જોખમને જાણશો તો તમે ક્યારેય આવી ભૂલ કરવાનું વિચારશો નહીં.

ઉભા રહીને બોટલથી પાણી પીવાના નુકસાન

1. પાચનમાં સમસ્યા

જે લોકોને ઉભા રહીને બોટલથી પાણી પીવાની ખરાબ ટેવ છે તેણે હંમેશા પાચનથી જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે, કારણ કે પાણી ફુલ સ્પીડથી ફીડ પાઇપમાં પહોંચે જેનાથી પેટમાં સમસ્યા ઉભા થાય છે.

2. ફેફસા માટે નુકસાનકારક

જ્યારે તમે બોટલમાંથી એક સાથે પાણી પીવો છો, ત્યારે પાણીના ઝડપી સેવનને કારણે, ફૂડ પાઇપ અને વિન્ડ પાઇપમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે ફેફસાં પર દબાણ આવે છે, અને આ ફેફસાની સમસ્યાનું કારણ બને છે.

3. કિડનીની સમસ્યા

જો તમે ઉભા રહીને બોટલમાંથી પાણી પીઓ છો અને તેને ઝડપથી ગળી લો છો, તો તેની તમારી કિડની પર ખરાબ અસર પડે છે, કારણ કે ફિલ્ટર વગરનું પાણી પેટમાં ખૂબ જ ઝડપથી પડે છે, જેના કારણે મૂત્રાશયમાં ગંદકી જામે છે, જે કિડનીને નુકસાન પહોંચાડે છે. નુકસાન થઈ શકે છે.

4. પેટમાં એસિડ વધે છે

ઉભા રહીને બોટલથી પાણી પીવાને કારણે પેટમાં એસિડની માત્રા વધી શકે છે, જેનાથી પેટમાં દુખાવા જેવી સમસ્યા થવા લાગે છે. જો તમે બેસીને પાણી પીવો છો તો તે એસિડ ધીમે-ધીમે યુરિન દ્વારા શરીરની બહાર નિકળે છે.

(5:12 pm IST)